જિનીવા: સંયુક્ત રાષ્ટ્રના મજૂર સંગઠને કહ્યું કે, કોરોના વાઇરસ મહામારીના કારણે 19.5 કરોડ ફુલ-ટાઇમ નોકરીઓ જોખમમાં છે. આ મહામારીને અને તેને રોકવા માટે વિશ્વવ્યાપી લોકડાઉનને કારણે કારખાનાઓ અને અન્ય વ્યવસાયો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (ILO)નો અંદાજ વાઇરસની અસરના આકારણી પર આધારિત છે. આ પહેલા ILOએ 18 માર્ચે નોકરીઓ ગુમાવવાનોનો અંદાજ આપ્યો હતો. હાલનો અંદાજ એ અંદાજ કરતાં ઘણો મોટો છે.
ILOના ડિરેક્ટર જનરલ ગાઈ રાયડરે કહ્યું કે, "આ આંકડા ખુદ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ભયાનક છે. વિશ્વભરના કામદારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે."
સંગઠને કહ્યું કે, પૂર્ણ અથવા આંશિક લોકડાઉનના કારણે અંદાજે 2.7 અરબ કામદારો પ્રભાવિત થયા છે. આ વૈશ્વિક કાર્યબળના અંદાજે 81 ટકા છે. આમાં હોટલ અને ફૂડ સેક્ટર, ઉત્પાદન અને છૂટક ક્ષેત્રમાં કામ કરનારા અંદાજે 1.25 અરબ લોકો સૌથી વધુ પ્રભાવિત છે.