- દેશ માટે કપરો સમય
- અભિજીત બેનર્જીએ આપ્યું નિવેદન
- અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
ન્યૂઝ ડેસ્ક : નોબેલ પ્રાઇઝ વિજેતા અને અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી (Nobel laureate economist Abhijit Banerjee)એ શનિવારે કહ્યું કે ભારતના લોકો ભયંકર પીડામાં (India are in extreme pain) છે અને અર્થવ્યવસ્થા અત્યારે પણ 2019ના સ્તરથી નીચે છે. બેનર્જીએ અમદાવાદ યુનિવર્સિટીના 11માં દિક્ષાંત સમારંભ(Ahmedabad University 11th annual convocation) કાર્યક્રમને અમેરિકાથી ઓનલાઇન સંબોધિત કર્યો હતો.
નાની ઇચ્છાઓ વધુ નાની થઇ
થોડા સમય પહેલાં પોતાની પશ્ચિમ બંગાળની યાત્રા દરમ્યાન તેમણે જે પરિસ્થિતિ જોઇ તેના અનુસંધાને જણાવ્યું હતું કે નાની નાની ઇચ્છાઓ હવે વધુ નાની થઇ ગઇ છે. તેઓએ જણાવ્યું હતું કે આપ (વિદ્યાર્થીઓ) એવી અવસ્થામાં છે કે જ્યાંથી તમે કશું પણ પાછું આપી શકો છો. સમાજને ખરેખર આની જરૂર છે. થોડા સમય પહેલાં જ મેં પશ્ચિમ બંગાળના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં સમય વિતાવ્યો છે. નાની ઇચ્છાઓ હજી નાની થઇ ગઇ છે. બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે,"મને લાગે છે કે આપણે ખૂબ જ તકલીફ વાળી ક્ષણો વિતાવી રહ્યાં છીએ. અર્થવ્યવસ્થાની અત્યારે પણ 2019ની તુલનામાં ઘણી પાછળ છે. હું કોઇને દોષ નથી આપી રહ્યો બસ કહી રહ્યો છું"
આ પણ વાંચો : RBI ગવર્નર બોલ્યા - અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા જરૂરી
આ પણ વાંચો : વર્લ્ડ ઇકોનોમીના 'મોટા ખેલાડી' બનવા ભારતને SBI જેવી 4-5 બેંકોની પડશે જરૂર