મુંબઇ: રિઝર્વ બેન્કે શુક્રવારે ફરી એકવાર લોન લેનારાઓને રાહત આપી હતી. આરબીઆઇએ લોનના હપ્તાને ચુકવવા ત્રણ મહિનાનો વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાઇરસ સંકટને કારણે લોકોની આવક પ્રભાવિત થઈ છે અને આવી સ્થિતિમાં તેમને આ નિર્ણયથી રાહત મળશે.
માર્ચની શરૂઆતમાં, બેન્કે 1 માર્ચ, 2020 થી 31 મે, 2020 સુધી લોનની ચુકવણી પર ત્રણ મહિનાના વધારાને મંજૂરી આપી હતી.
પરંતુ હવે લોનના હપ્તા ભરવા માટે 1 જૂનથી 31 ઓગસ્ટ, 2020 સુધીની વધુ ત્રણ મહિનાની છૂટ મળી છે.
લોનની ચુકવણીના માસિક હપ્તા (EMI) લોકોના બેન્ક ખાતામાંથી લેવામાં આવશે નહીં અને જેથી લોકો પાસે પૂરતી રોકડ રહેશે.
લોનની ચુકવણી માટે ઇએમઆઈની કપાવાની શરુઆત 31 ઑગસ્ટ પછી જ શરૂ થશે.