હૈદરાબાદ:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની નાણાકીય નીતિના અહેવાલમાં શુક્રવારે જારી કરવામાં આવ્યું છે કે, વિશ્વમાં કોવિડ-19 રોગચાળો ફટકાર્યા પછી ખાદ્ય ફુગાવાને નરમ પાડતા અને ક્રૂડ ઓઈલના ભાવમાં ધટાડાને કારણે દેશમાં છૂટક ફુગાવામાં આ નાણાકીય વર્ષમાં ઝડપથી સુધારો થઈ શકે છે.
RBIના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2020-21 માટે ભારતનો ગ્રાહક કિંમત સૂચકાંક(સીપીઆઈ) આધારિત ફુગાવાનો દરમાં Q1માં 4.8 ટકાથી Q2માં 4.4 ટકા, Q3માં 2.7 ટકા અને Q4માં 2.4 ટકા સુધી સરળ થવાનો અંદાજ છે. કેન્દ્રીય બેન્કે ઉમેર્યું હતું કે, પ્રવર્તમાન ઉંચી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને, હાલની અપેક્ષા કરતા પણ વધુ માંગ નબળી પડી શકે છે. કોર ફુગાવાને વધુ સરળ બનાવશે, જ્યારે સપ્લાયની અડચણો અપેક્ષા કરતા દબાણ વધારી શકે છે.
ફેબ્રુઆરીમાં સીપીઆઈ ફુગાવાનો દર 6.5 ટકા અને જાન્યુઆરીમાં 7.59 ટકા હતો. માર્ચ માટે છૂટક ફુગાવાના આંકડા હજૂ જાહેર કરવામાં આવ્યા નથી અને રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન હોવાને કારણે માહિતી એકત્રીકરણ પણ અસર થઈ શકે છે. આરબીઆઇએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, લોકડાઉન દરમિયાન, એનએસઓ (નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ) સાથે મળીને દેશભરમાં ગ્રાહકોના ભાવોના સંકલન અને માપવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.