નવી દિલ્હી : કોરોના વાઇરસે વિશ્વ સહિત દેશ અને એયરપોર્ટ વિભાગને પણ ભરડામા લીધો છે. કોરોના વાઇરસના પગલે એયરલાઇન અને હોસ્પિટાલીટી વિભાગને નુકશાન થયુ છે. જેના કારણે દેશના એયરપોર્ટ સંચાલકો સાથે કામ કરી રહેલા બે લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો મંડરાઇ રહ્યો છે.
એસોસિએશન ઓફ પ્રાઇવેટ એયરપોર્ટ ઓપરેટર્સે કેન્દ્રને આગ્રહ કર્યો છે કે, તે આર્થિક રૂપે રાહત પેકેજ આપે, પરંતુ આ સેક્ટરને જાળવી રાખવા દેશની ટોંચ લેવલની સંપતીઓને જાળવી રાખે.
વર્તમાનમાં એયરપોર્ટ પર કામ કરી રહેલા આશરે 2,40,000 લોકોની નોકરી પર ખતરો મંડરાઇ શકે છે. જેમા એયરપોર્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓ પણ સામેલ છે.
ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ એયરપોર્ટ બંધ હાલતમાં છે. જેના પગલે વિમાની કંપનીઓને ભારે નુકસાન થઇ રહ્યું છે. હાલના સમયમાં માત્ર કાર્ગો સંચાલકને પરવાનગી આપેલી છે.