નવી દિલ્હીઃ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશો અનુસાર ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) 20 એપ્રિલથી રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ટેક્સની વસુલાત શરુ કરશે. સરકારે આ આદેશોનો પરિવહન ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોએ વિરોધ કર્યો છે. સરકારે કોરોના વાઇરસને ધ્યાને રાખીને લાગુ કરેલા રાષ્ટ્ર વ્યાપી લૉકડાઉન દરમિયાન 25 માર્ચથી ટોલ ટેક્સની વસુલાત અસ્થાઇ રીતે રોકી હતી જેથી આવશ્યક વસ્તુઓને લાવવામાં સરળતા રહે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે NHAIને લખેલા પત્રમાં કહ્યું કે, 'કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ ટ્રકો અને અન્ય માલવાહક વાહનોને રાજ્યની અંદર અને રાજ્યોમાં ફરવા માટે જે છૂટ આપવામાં આવી હતી, તેના સંબંધમાં NHAIને ગૃહ મંત્રાલયના આદેશનું પાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ અને ટોલ ટેક્સની વસુલાત 20 એપ્રિલ, 2020થી કરવી જોઇએ.'
NHAIના એક પત્રનો જવાબ આપતા ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજમાર્ગોને 11 અને 14 એપ્રિલની પોતાની ચિઠ્ઠીમાં ટેલ ટેક્સની વસુલાત શરુ કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે વ્યાવસાયિક અને ખાનગી પ્રતિષ્ઠાનો તથા વિનિર્માણ ગતિવિધિઓ સહિત કેટલાય કાર્યોને 20 એપ્રિલથી અનુમતિ આપવામાં આવી છે.
આ પત્રમાં લખ્યું હતું કે, NHAIએ કહ્યું છે કે, ટોલ ટેક્સની વસુલાતથી સરકારને મહેસુલ મળે છે અને તેનાથી એનએચએઆઇને પણ ધન લાભ થાય છે.
જો કે, પરિવહન ઉદ્યોગ સાથે જોડાયેલા ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે સરકારના આ પગલાનો વિરોધ કરતા કહ્યું કે, આ ખૂબ જ ખોટું છે, સરાકર ઇચ્છે છે કે, જરુરી વસ્તુઓની આપૂર્તિ મફત ચાલે અને આપણા સમુદાય તમામ બાધાઓ હોવા છતાં તેમ કરી રહી છે. AIMTC હેઠળ લગભગ 95 લાખ ટ્રક અને પરિવહન પ્રતિષ્ઠાન આવે છે.