ETV Bharat / business

મે મહિનામાં કામ પર પાછા ફર્યા 2.1 કરોડ લોકો, બેરોજગારીનો દર ઉચ્ચ સ્તર પર યથાવત - બેરોજગારીનો દર ઉચ્ચ સ્તર પર

સીએમઆઈઇના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ઘણા લોકો કે જેમણે એપ્રિલમાં કામ છોડી દીધું હતું, પરંતુ હવે તેઓ મે માં કામ પર પાછા ફર્યા છે. મે માં એવા ઘણા લોકો પાછ ફર્યા , અને સક્રિય રીતે કામ શોધી રહ્યા છે.

નોકરી
નોકરી
author img

By

Published : Jun 4, 2020, 6:04 PM IST

નવી દિલ્હી: દેશની મોટી ઇકોનોમી થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના નવા આંકડા અનુસાર, મે મહિનામાં લોકો કામ પર પાછા ફરતાં લેબર માર્કેટમાં સુધારો થયો છે. જો કે, બેરોજગારીનો દર ખૂબ ઉંચો 23.5 ટકા પર છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, મે મહિનામાં શ્રમ ભાગીદારીનો દર 35.6 ટકાથી વધીને 38.2 ટકા અને રોજગાર દર 27.2 ટકાથી સુધરીને 29.2 ટકા થયો છે. તે જ સમયે, કામ કરતા લોકોની સંખ્યા મેમાં 2.1 કરોડ વધી છે, જે એપ્રિલની તુલનામાં 7.5 ટકા વધારે છે.

સીએમઆઈઇના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે ઘણા લોકો કે જેમણે એપ્રિલમાં કામ છોડી દીધું હતું, પરંતુ હવે તેઓ મે માં કામ પર પાછા ફર્યા છે. મે માં એવા ઘણા લોકો પાછ ફર્યા , અને સક્રિય રીતે કામ શોધી રહ્યા છે.

સીએમઆઈઇના જણાવ્યા અનુસાર, પગાર મેળવનારા કર્મચારીઓનો સેગમેન્ટ જ એકમાત્ર એવો સેગમેન્ટ છે જેમાં મે મહિનામાં નોકરીઓમાં કોઈ વધારો થયો નથી. પગારદાર નોકરીઓની સંખ્યા એપ્રિલમાં 6.84 કરોડથી ઘટીને મે 2020 માં 6.83 કરોડ થઈ છે. સીએમઆઈઇના જણાવ્યા અનુસાર, 2019-20માં લગભગ 8.6 કરોડ પગાર મેળવનારા કર્મચારીઓ હતા.

કોરોના વાયરસ સંકટ પહેલા ભારતની આર્થિક સ્થિતિ સારી નહોતી, જેના કારણે આ કટોકટીની અસર અર્થવ્યવસ્થા પર વધુ પડી છે.

કોરોના વાઇરસના વાસ્તવિક સંકટનો અંદાજ એપ્રિલ-જૂન ક્વાર્ટરથી જાણી શકાશે. અગાઉ, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 3.1 ટકા રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.