ETV Bharat / business

IMFએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક ઘટાડાનું અનુમાન લગાવ્યું, 2020માં 4.5 ટકાનો થશે ઘટાડો - આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ

આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ, ભારતીય મૂળના અમેરિકન ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, "આપણે 2020માં 4.5 ટકાનો તીવ્ર ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. આ કટોકટીને જોતા લગભગ બધાજ દેશોમાં અનુમાનિત સંકોચન ઐતિહાસિક સ્તરે નીચું છે."

IMF
IMF
author img

By

Published : Jun 24, 2020, 10:42 PM IST

વોશિંગ્ટન: આઇએમએફ દ્વારા બુધવારે 2020માં ભારતીય અર્થવ્યવસ્થામાં 4.5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ લગાવ્યો છે, આ એક "ઐતિહાસિક ઘટાડો" છે. કોરોના વાઇરસ રોગચાળાએ તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે. પરંતુ એમ કહેવામાં આવે છે કે, 2021માં 6 ટકાના વિકાસ દર સાથે દેશ ફરી વિકાસમાં પાછો આવશે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)એ 2020માં વૈશ્વિક વિકાસ દર 4.9 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો, જે એપ્રિલ 2020ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (ડબ્લ્યુઇઓ)ની આગાહી કરતા 1.9 ટકા પોઈન્ટ નીચે હોવાનું અનુમાન છે.

આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ, ભારતીય મૂળના અમેરિકન ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, "આપણે 2020માં -4.5 ટકાનો તીવ્ર ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. આ કટોકટીને જોતા લગભગ બધાજ દેશોમાં અનુમાનિત સંકોચન ઐતિહાસિક સ્તરે નીચું છે."

કોવિડ-19 માહામારીએ અપેક્ષિત કરતા 2020ના પહેલા ભાગમાં પ્રવૃત્તિ પર વધુ નકારાત્મક અસર કરી છે અને પુન:પ્રાપ્તિ અગાઉની આગાહી કરતા વધુ ક્રમિક હોવાનો અંદાજ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2021માં વૈશ્વિક વિકાસ દર 5.4 ટકા છે.

આઇએમએફએ કહ્યું, "એપ્રિલમાં લાંબા ગાળાના લોકડાઉન અને ધીમી રીકવરી પછી ભારતની અર્થવ્યવસ્થામાં 4.5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે."

આઇએમએફનો રેકોર્ડ બતાવે છે કે ભારત માટે આ 1961 પછીનું સૌથી નીચો દર છે. આઇએમએફ પાસે તે વર્ષથી પહેલાના કોઈ ડેટા નથી. જો કે, 2021 માં છ ટકાના મજબૂત વિકાસ સાથે ભારતની અર્થવ્યવસ્થા પાછી ફરશે તેવી સંભાવના છે. વર્ષ 2019 માં ભારતનો વિકાસ દર 4.2 ટકા હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.