ETV Bharat / business

RBIએ લક્ષ્મી વિલાસ બેન્કમાંથી 25,000 રૂપિયાથી વધુ ઉપાડ પર મૂક્યો પ્રતિબંધ

તમિલનાડુમાં આવેલી બેન્ક લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે. લોન અથવા બિન-પરફોર્મિંગ એસેટ્સમાં વધારાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા તેને ઝડપી સુધારાત્મક પગલા હેઠળ મુકવામાં આવી હતી.

http://10.10.50.90:6060///finaloutc/english-nle/finalout/17-November-2020/9572886_lvb.jpg

author img

By

Published : Nov 18, 2020, 11:08 AM IST

  • RBIની કડક કાર્યવાહી
  • લક્ષ્મી વિલાસ બેન્કમાંથી 25,000 રૂપિયાથી વધુ ઉપાડ પર મૂક્યો પ્રતિબંધ
  • સુધારાત્મક પગલા હેઠળ મુકવામાં આવી
  • RBIએ ડિરેક્ટર્સની કમિટીને મંજૂરી આપી

નવી દિલ્હી: યસ બેન્ક અને પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક જેવી તાણવાળી બેન્કોને મંગળવારે લક્ષ્મી વિલાસ બેન્કમાંથી એક મહિનાના સમયગાળા માટે ઉપાડ પર સરકારે 25,000 રૂપિયાની કેપ લગાવી દીધી છે.

લક્ષ્મી વિલાસ બેન્કમાંથી 25,000 રૂપિયાથી વધુ ઉપાડ પર મૂક્યો પ્રતિબંધ

તમિલનાડુમાં આવેલી બેન્ક લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે અને લોન અથવા બિન-પરફોર્મિંગ એસેટ્સમાં વધારાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને ઝડપી સુધારાત્મક પગલા હેઠળ મુકવામાં આવી હતી.

સરકારે જણાવ્યું હતું કે, મોકૂફી અવધિ દરમિયાન લક્ષ્મી વિલાસ બેન્ક વર્તમાન, બચત અથવા કોઈપણ અન્ય ખાતામાંથી કોઈ પણ થાપણ કરનારને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની લેખિત પરવાનગી વિના 25,000 રૂપિયાથી વધુ ચૂકવશે નહીં. સરકારે સ્પષ્ટતા પણ કરી હતી કે, જો કોઈ ખાતાધારક એક કરતા વધારે ખાતા રાખશે તો પણ તે 25,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. શેરધારકોના જૂથે બેન્કના દૈનિક કાર્યો ચલાવવા માટે ત્રણ સભ્યોની ડિરેક્ટર કમિટીની નિમણૂંક કરી છે.

RBIએ ડિરેક્ટર્સની કમિટીને મંજૂરી આપી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિરેક્ટર્સની કમિટીને મંજૂરી આપી છે. જેમાં નિવૃત્ત IAS અધિકારી શક્તિ સિંહા, મીતા માખણ અને આંધ્ર બેન્કના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સતિષકુમાર કાલરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડિરેક્ટર કમિટીના વડા તરીકે મીતા માખણની નિમણૂંક કરવામાં આવી હતી.

મુલતવી રાખવાનો અર્થ

મુલતવી રાખવાનો સીધો અર્થ એ છે કે, થાપણદારો ચોક્કસ થ્રેશોલ્ડ કરતા વધુ પૈસા પાછા ખેંચી શકશે નહીં. કારણ કે, અધિકારીઓને સંબંધિત બેન્કમાંથી મોટા ઉપાડની આશંકા છે. જે તેની અખંડિતતા અને કામગીરીને અસ્થિર બનાવશે. 25,000 રૂપિયાની કેપ એક મહિનાના સંપૂર્ણ સમયગાળા પર લાગુ થાય છે અને તે બેન્કમાંથી ઉપાડની દૈનિક મર્યાદા નથી.

જો કે સરકારે થાપણદારો અને તેમના આશ્રિતોના તબીબી ખર્ચ, શિક્ષણ અને લગ્ન ખર્ચ જેવા વિશેષ કિસ્સાઓમાં બેન્કમાંથી 25,000 રૂપિયાથી વધુની ઉપાડની મંજૂરી આપી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરી સાથે આવા ખર્ચ પૂરા કરવા માટે જમા કરનારાઓ 5 લાખ રૂપિયા ઉપાડી શકશે.

સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો બેન્ક દ્વારા ઉંચી કિંમતનો બેન્ક ડ્રાફ્ટ પહેલેથી જ જારી કરવામાં આવ્યો છે, પરંતુ ઉપયોગ નથી થયો તો ઉપરોક્ત ડ્રાફ્ટ પર 25,000 રૂપિયાની મર્યાદા લાગુ થશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.