મુંબઈ: અમેરિકાન બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સનું માનવું છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. ભારતનું આ એક વર્ષ માટેનું સૌથી ખરાબ પ્રદર્શન હશે.
સાક્સે પોતાના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન(GDP) પાછલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) ક્વાર્ટરની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ-જૂન)માં ઘટી શકે છે.
લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ સતત બંધ રાખવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. સાક્સના જણાવ્યા મુજબ કાર્ય કરવાનું શરૂ થશે ત્યારે GDP સુધારશે. ઘણી એજન્સીઓ ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીની આગાહી કરી રહી છે. વડાપ્રધાને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યા પછી પણ અર્થવ્યવસ્થા પર માઠી અસર થવાની સંભાવના છે. ગોલ્ડમેન સાક્સે આ અગાઉ 0.4 ટકાના ઘટાડાની આગાહી કરી હતી, જે પછીથી વધારીને 5 ટકા કરવામાં આવી છે. જાપાની બ્રોકરેજ કંપની નમુરાએ પણ આટલો ઘટાડો થવાની આગાહી કરી છે.
ગોલ્ડમેન સાકસે અહેવાલમાં લખ્યું છે કે, વર્ષ 2020-25 દરમિયાન આપણે જે 5 ટકા ઘટાડાનો અંદાજ મૂક્યો છે. આ ઘટાડો ભારતની તમામ મંદીની સરખામણીમાં સૌથી વધુ હશે.