ETV Bharat / business

વિશેષ અહેવાલ: શું દિવાસ્વપ્ન બની રહ્યું છે ભારતીય અર્થવ્યવસ્થાનું લક્ષ્ય?

હોંગકોંગ સ્થિત મોટી આર્થિક કંપની એચએસબીસીએ બે વર્ષ પહેલા કહ્યું હતું કે, સારા વિકાસ દર અને મજબૂત આર્થિક માળખાને કારણે ભારત 2028 સુધીમાં ભારત, જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે. જો કે, હાલની પરિસ્થિતિઓને જોતા, આ બાબત હવે તાર્કિક રહી નથી. નિષ્ણાતો એમ પણ કહે છે કે, જો એનડીએ સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન બનાવવાના તેમના સપનાને સાકાર કરવા માંગે છે, તો દેશને વાર્ષિક 8 ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરવો પડશે.

indian economy
indian economy
author img

By

Published : Dec 22, 2019, 7:52 PM IST

બે મહિના પહેલા ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ અને વલણો પર બે અભિગમો હતા. એક આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આર્થિક વિકાસ દર 7 ટકાથી નીચે નહીં આવે. જ્યારે કેગે પોતાના અહેવાલમાં દેશની આર્થિક મંદીથી ખળભળાટ મચાવ્યો છે. અર્થશાસ્ત્રમાં છેલ્લા કેટલાક સમયથી જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, તેણે કેગના અંદાજને યોગ્ય સાબિત કર્યો છે.

એક તરફ ઘણા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોએ અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ વિશે વાત કરી છે, ત્યારે આ તરફ સરકારનો મત જુદો છે. સરકારના તાજેતરના અહેવાલો અને આંકડા સૂચવે છે કે, મંદીનો સામનો કરવા સરકાર પાસે વધુ સમય નથી. સતત ત્રીજા મહિનામાં બાંધકામ, ખાણો અને ઊર્જા ક્ષેત્રોમાં નરમાશ ઘરેલું ઉત્પાદન ક્ષેત્રની ઊણપને સાબિત કરી રહી છે. આ સિવાય સૌથી મોટું કારણ એ છે કે, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક, વાહન ઉત્પાદન ક્ષેત્રે લગભગ 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ગયા સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, 2014થી ફુગાવામાં કોઈ વધારો થયો નથી. ગત નવેમ્બરમાં તે જ સમયે, છૂટક ફુગાવાનો દર ત્રણ વર્ષના મહત્તમ સ્તરે 5.5% પર પહોંચ્યો હતો. જેમાં ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર દસ ટકા સુધી ગયો હતો. લગભગ છ વર્ષ પહેલાં જ્યારે ફુગાવાનો દર ડબલ આંકડામાં હતો, ત્યારે આર્થિક મંદી પૂર્ણપણે ફેલાવવા લાગી હતી.

દેશમાં લોકોમાં વધી રહેલી બેરોજગારીને કારણે લોકોમાં ડરનો માહલો આવી રહ્યો છે. નિર્મલા સીતારમણે બે અઠવાડિયા પહેલા રાજ્યસભામાં કહ્યું હતું કે, આર્થિક માપદંડ મુજબ કોઈ મંદી નથી અને ન તો આવશે. નાણાંપ્રધાને મંદી અને તેના વધતા જોખમોને નકારીને ઘણા લોકોને આંચકો આપ્યો હતો. સૌ પ્રથમ સમસ્યાને ઓળખવી તે વધુ મહત્વનું છે. કારણ કે, આ પછી આપણે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યોગ્ય ઉપાય શોધી શકીશું.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા કરવામાં આવેલા સૂચનો આ તરફ ધ્યાન દોરે છે. ઘણા વિશ્લેષણ પછી તેમણે કહ્યું કે, પાંચ મોટી સમસ્યા યુપીએથી એનડીએ સરકારમાં પણ આવી છે. જેને કારણે દેશની અર્થવ્યવસ્થા પર બોજો પડી રહ્યો છે. આ તમામ પરિબળો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ, ઊર્જા ઉત્પાદનમાં વિલંબ, લોનની સરળ ઉપલબ્ધતાનો અભાવ, કૃષિમાં વિકાસનો અભાવ અને ખેડૂતોને તેમની પેદાશ માટે યોગ્ય ભાવ મળતા ન હતા. તેથી દેશની અર્થવ્યવસ્થા પર બ્રેક લાગી ગઈ છે.

આ સાથે નીતિગત સ્તરે યોગ્ય નિર્ણયો ન લેવા, રોકાણ અને નિકાસમાં ઘટાડો, લોકોમાં ખરીદીની ક્ષમતાનો અભાવ આર્થિક મંદી માટે જવાબદાર છે. કેન્દ્ર સરકાર દ્વારા મહેસૂલના પુન-મૂલ્યાંકનને કારણે રાજ્યના બજેટ પર પણ વિપરીત અસર પડી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, બાહ્ય રોકાણો અને નીતિઓમાં દૂરના ફેરફારો સાથે, આ સમસ્યાનો સામનો કરવાનો પ્રયાસ કરી શકાય છે. આ માટે ઊર્જા અને બેંકિંગ ક્ષેત્રની સમસ્યાઓ પર મહત્તમ ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે બે કેબિનેટ સમિતિઓ રોકાણ લાવવામાં અને રોજગારની તકો ઊભી કરવામાં સક્ષમ નથી, ત્યારે સામનો કરી રહેલા પડકારોનો પહોંચી વળવા માટે સરકાર વધુ સમય માંગી શકે નહીં.

હોંગકોંગ સ્થિત મોટી આર્થિક કંપની એચએસબીસીએ બે વર્ષ પહેલા કહ્યું હતું કે, સારા વિકાસ દર અને મજબૂત આર્થિક માળખાને કારણે ભારત 2028 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે. જો કે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા, આ હવે તાર્કિક રહ્યું નથી. નિષ્ણાતો એમ પણ કહે છે કે, જો એનડીએ સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન બનાવવાની તેના સપનાને સાકાર કરવા માંગે છે, તો દેશને વાર્ષિક 8% નો વિકાસ દર પ્રાપ્ત કરવો પડશે. જાપાનની આર્થિક સલાહકાર કંપની હોન્ચો નોમુરાએ કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર ચોથા ક્વાર્ટરમાં 4.3% સુધી મર્યાદિત રહેશે.

આ હવે તૂટેલા સ્વપ્ના જેવું છે, દેશમાં આ સમયે ઊર્જા, સ્થાવર મિલકત, ટેલિકોમ, કોલસો, નાગરિક ઉડ્ડયન અને અન્ય ક્ષેત્રોમાં સ્થિતિ સારી નથી. ગયા સપ્ટેમ્બરમાં સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. ઘણા ભાગમાં મંદીનો સામનો કરવા જે પગલાં લેવામાં આવ્યા છે, તે અપૂરતા સાબિત થયા છે. CII કહે છે કે, નીતિ તરીકે ઘરેલુ રોકાણ પર ધ્યાન આપવાની જરૂર છે, રોજગારની તકો ઉભી થાય છે અને ઔદ્યોગિક ઉત્પાદન વધે તેના પર ધ્યાન આપવાની જરુર છે. આવા સમયે તો આ દલીલ જ ઘણા બધા અંશે યોગ્ય જણાય છે.

ગ્રામીણ ઉદ્યોગો, શિક્ષણ, આઇટી ક્ષેત્ર અને કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોજગારની નવી તકો ઊભી કરી શકાય છે. મંદીનો સામનો કરવાનો આ સૌથી અસરકારક રસ્તો છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આરબીઆઈએ જો રેપો રેટની જાહેરાત કરતી વખતે આ પાસાઓ પર ધ્યાન આપે, તો પરિસ્થિતિ એટલી ખરાબ ન હોત.

જો કે, હવે સરકારે આવનારા સમયમાં સમસ્યાઓ અને તેનાથી દેશની આર્થિક અર્થવ્યવસ્થાથી થનારા નુકશાન પર ધ્યાન આપવાની જરુર છે.

Intro:Body:

વિશેષ અહેવાલ: શું દિવાસ્વપ્ન બની રહ્યું છે ભારતીય અર્થવ્યવસ્થાનું લક્ષ્ય ? 

હોંગકોંગ સ્થિત મોટી આર્થિક કંપની એચએસબીસીએ બે વર્ષ પહેલા કહ્યું હતું કે, સારા વિકાસ દર અને મજબૂત આર્થિક માળખાને કારણે ભારત 2028 સુધીમાં ભારત, જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે. જો કે, હાલની પરિસ્થિતિઓને જોતા, આ બાબત હવે તાર્કિક રહી નથી. નિષ્ણાતો એમ પણ કહે છે કે, જો એનડીએ સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન બનાવવાના તેમના સપનાને સાકાર કરવા માંગે છે, તો દેશને વાર્ષિક 8 ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરવો પડશે. 

બે મહિના પહેલા ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ અને વલણો પર બે અભિગમો હતા. એક આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આર્થિક વિકાસ દર7 ટકાથી નીચે નહીં આવે. જ્યારે કેગે પોતાના અહેવાલમાં દેશની આર્થિક મંદીથી ખળભળાટ મચાવ્યો છે. અર્થશાસ્ત્રમાં છેલ્લા કેટલાક સમયથી જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, તેણે કેગના અંદાજને યોગ્ય સાબિત કર્યો છે.

એક તરફ ઘણા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોએ અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ વિશે વાત કરી છે, ત્યારે આ તરફ સરકારનો મત જુદો છે. સરકારના તાજેતરના અહેવાલો અને આંકડા સૂચવે છે કે, મંદીનો સામનો કરવા સરકાર પાસે વધુ સમય નથી. સતત ત્રીજા મહિનામાં બાંધકામ, ખાણો અને ઊર્જા ક્ષેત્રોમાં નરમાશ ઘરેલું ઉત્પાદન ક્ષેત્રની ઊણપને સાબિત કરી રહી છે. આ સિવાય સૌથી મોટું કારણ એ છે કે, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક, વાહન ઉત્પાદન ક્ષેત્રે લગભગ 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ગયા સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, 2014થી ફુગાવામાં કોઈ વધારો થયો નથી. ગત નવેમ્બરમાં તે જ સમયે, છૂટક ફુગાવાનો દર ત્રણ વર્ષના મહત્તમ સ્તરે 5.5% પર પહોંચ્યો હતો. જેમાં ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર દસ ટકા સુધી ગયો હતો. લગભગ છ વર્ષ પહેલાં જ્યારે ફુગાવાનો દર ડબલ આંકડામાં હતો, ત્યારે આર્થિક મંદી પૂર્ણપણે ફેલાવવા લાગી હતી.

દેશમાં લોકોમાં વધી રહેલી બેરોજગારીને કારણે લોકોમાં ડરનો માહલો આવી રહ્યો છે. નિર્મલા સીતારમણે બે અઠવાડિયા પહેલા રાજ્યસભામાં કહ્યું હતું કે, આર્થિક માપદંડ મુજબ કોઈ મંદી નથી અને ન તો આવશે. નાણાંપ્રધાને મંદી અને તેના વધતા જોખમોને નકારીને ઘણા લોકોને આંચકો આપ્યો હતો. સૌ પ્રથમ સમસ્યાને ઓળખવી તે વધુ મહત્વનું છે. કારણ કે, આ પછી આપણે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યોગ્ય ઉપાય શોધી શકીશું.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા કરવામાં આવેલા સૂચનો આ તરફ ધ્યાન દોરે છે. ઘણા વિશ્લેષણ પછી તેમણે કહ્યું કે, પાંચ મોટી સમસ્યા યુપીએથી એનડીએ સરકારમાં પણ આવી છે. જેને કારણે દેશની અર્થવ્યવસ્થા પર બોજો પડી રહ્યો છે. આ તમામ પરિબળો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ, ઊર્જા ઉત્પાદનમાં વિલંબ,  લોનની સરળ ઉપલબ્ધતાનો અભાવ, કૃષિમાં વિકાસનો અભાવ અને ખેડૂતોને તેમની પેદાશ માટે યોગ્ય ભાવ મળતા ન હતા. તેથી દેશની અર્થવ્યવસ્થા પર બ્રેક લાગી ગઈ છે.

આ સાથે નીતિગત સ્તરે યોગ્ય નિર્ણયો ન લેવા, રોકાણ અને નિકાસમાં ઘટાડો, લોકોમાં ખરીદીની ક્ષમતાનો અભાવ આર્થિક મંદી માટે જવાબદાર છે. કેન્દ્ર સરકાર દ્વારા મહેસૂલના પુન-મૂલ્યાંકનને કારણે રાજ્યના બજેટ પર પણ વિપરીત અસર પડી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, બાહ્ય રોકાણો અને નીતિઓમાં દૂરના ફેરફારો સાથે, આ સમસ્યાનો સામનો કરવાનો પ્રયાસ કરી શકાય છે. આ માટે ઊર્જા અને બેંકિંગ ક્ષેત્રની સમસ્યાઓ પર મહત્તમ ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે બે કેબિનેટ સમિતિઓ રોકાણ લાવવામાં અને રોજગારની તકો ઊભી કરવામાં સક્ષમ નથી, ત્યારે સામનો કરી રહેલા પડકારોનો પહોંચી વળવા માટે સરકાર વધુ સમય માંગી શકે નહીં.

હોંગકોંગ સ્થિત મોટી આર્થિક કંપની એચએસબીસીએ બે વર્ષ પહેલા કહ્યું હતું કે, સારા વિકાસ દર અને મજબૂત આર્થિક માળખાને કારણે ભારત 2028 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે. જો કે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા, આ હવે તાર્કિક રહ્યું નથી. નિષ્ણાતો એમ પણ કહે છે કે, જો એનડીએ સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન બનાવવાની તેના સપનાને સાકાર કરવા માંગે છે, તો દેશને વાર્ષિક 8% નો વિકાસ દર પ્રાપ્ત કરવો પડશે. જાપાનની આર્થિક સલાહકાર કંપની હોન્ચો નોમુરાએ કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર ચોથા ક્વાર્ટરમાં 4.3% સુધી મર્યાદિત રહેશે.

આ હવે તૂટેલા સ્વપ્ના જેવું છે, દેશમાં આ સમયે ઊર્જા, સ્થાવર મિલકત, ટેલિકોમ, કોલસો, નાગરિક ઉડ્ડયન અને અન્ય ક્ષેત્રોમાં સ્થિતિ સારી નથી. ગયા સપ્ટેમ્બરમાં સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. ઘણા ભાગમાં મંદીનો સામનો કરવા જે પગલાં લેવામાં આવ્યા છે, તે અપૂરતા સાબિત થયા છે. CII કહે છે કે, નીતિ તરીકે ઘરેલુ રોકાણ પર ધ્યાન આપવાની જરૂર છે, રોજગારની તકો ઉભી થાય છે અને ઔદ્યોગિક ઉત્પાદન વધે તેના પર ધ્યાન આપવાની જરુર છે. આવા સમયે તો આ દલીલ જ ઘણા બધા અંશે યોગ્ય જણાય છે.

ગ્રામીણ ઉદ્યોગો, શિક્ષણ, આઇટી ક્ષેત્ર અને કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોજગારની નવી તકો ઊભી કરી શકાય છે. મંદીનો સામનો કરવાનો આ સૌથી અસરકારક રસ્તો છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આરબીઆઈએ જો રેપો રેટની જાહેરાત કરતી વખતે આ પાસાઓ પર ધ્યાન આપે, તો પરિસ્થિતિ એટલી ખરાબ ન હોત.

જો કે, હવે સરકારે આવનારા સમયમાં સમસ્યાઓ અને તેનાથી દેશની આર્થિક અર્થવ્યવસ્થાથી થનારા નુકશાન પર ધ્યાન આપવાની જરુર છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.