- PCSIના સર્વે અનુસાર ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો
- ગ્રાહકોનો વિશ્વાસ એપ્રિલ 2021માં 1.1 ટકા ઘટ્યો
- સર્વેના મુદ્દા-રોજગાર, પર્સનલ ફાઇનાન્સ, અર્થવ્યવસ્થા અને રોકાણ
નવી દિલ્હી : શહેરી ભારતીયોના વચ્ચે ગ્રાહકોનો વિશ્વાસ એપ્રિલ 2021માં 1.1 ટકા ઘટ્યો છે. રેફાઇનિટિવ-ઇપ્સૉસ પ્રાથમિક ગ્રાહક પર્સેપ્શન ઇન્ડેક્સ (PCSI)ના સર્વે અનુસાર, દેશમાં કોવિડ-19 સંક્રમણના વધતા જતા કેસોને કારણે ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો છે.
આ પણ વાંચો : પાટણમાં છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા તકરાર ફોરમ બન્યું આશીર્વાદરૂપ
ઑનલાઇન સર્વે 26 માર્ચ 2021થી 9 એપ્રિલ 2021 દરમિયાન કરાયો
સર્વેના ચાર મુદ્દા અનુસાર રોજગાર, પર્સનલ ફાઇનાન્સ, અર્થવ્યવસ્થા અને રોકાણના મોરચા જેવા પર ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો છે. આ ઑનલાઇન સર્વે 26 માર્ચ 2021થી 9 એપ્રિલ 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : માનપુરીયા દૂધમંડળીના ગ્રાહકો મંત્રીની મનમાનીથી કંટાળ્યાં, કરી તાળાબંધી
ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ સબ-ઇન્ડેક્સમાં 0.8 ટકા પોઇન્ટનો ઘટાડો દેખાયો
માસિક સર્વે અનુસાર, PCSI કર્મચારી વિશ્વાસ (રોજગાર) પેટા અનુક્રમણિકામાં 0.6 ટકા પોઇન્ટનો ઘટાડો થયો છે. વર્તમાન વ્યક્તિગત નાણાકીય સ્થિતિ (વર્તમાન સ્થિતિ) પેટા-અનુક્રમણિકામાં 1.5 ટકાનો ઘટાડો થયો છે અને રોકાણ પર્યાવરણ (રોકાણ) પેટા-અનુક્રમણિકામાં 0.9 ટકા પોઇન્ટનો ઘટાડો થયો છે. ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ સબ-ઇન્ડેક્સમાં 0.8 ટકા પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.