Xiaomi ઇન્ડિયાના ઑનલાઇન સેલ્સ હેડ, રઘુ રેડ્ડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તહેવારની સિઝન Xiaomi માટે હંમેશા સૌથી મોટી ખરીદીની સિઝન રહી છે. અમે અમારા Mi ફેન્સ સાથે ઉજવવા માટે સખત મહેનત કરીએ છીએ."
આ સમયગાળા દરમિયાન, કંપનીએ 85 લાખથી વધુ સ્માર્ટફોન વેચ્યા હતા, જેમાં Redmi Note 7 શ્રેણીનું વેચાણ સૌથી વધુ હતું. આ સમય દરમિયાન કંપનીએ છ લાખથી વધુ Mi ટીવી પણ વેચ્યા છે.
રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમારા તહેવારના વેચાણની અપેક્ષાઓ વધી છે, જ્યાં અમે અમારા પ્લેટફોર્મ પર 1.2 કરોડથી વધુ ડિવાઇસીસ વેચ્યા છે.
પાછલા વર્ષે કંપનીએ 85 લાખથી વધુ ડિવાઇસ વેચ્યા હતા.
આ પહેલા Xiaomiએ તહેવારોમાં શરુઆતી દિવસોમાં 53 લાખથી વધુ ડિવાઇસ વેચાયાની જાહેરાત કરી હતી.