ETV Bharat / business

ઇન્ફોસિસ કોવિડ-19 મહામારીના સંકટ સામે લડવા તૈયારઃ નીલેકણિ

કંપનીની વાર્ષિક સામાન્ય બેઠકમાં ઇન્ફોસિસના અધ્યક્ષ નંદન નીલેકણિએ કહ્યું કે, છેલ્લા અમુક વર્ષોમાં અમે ઇન્ફોસિસને મજબુત અને અધિક સરળ બનાવવા માટે ભારે રોકાણ કર્યું છે. આ સાથે જ અમે અમારા દરેક કામમાં કાર્યક્ષમતા અને સ્ફૂર્તિ લાવી છે.

author img

By

Published : Jun 28, 2020, 5:31 PM IST

Infosys chief
Infosys chief

બેંગ્લુરૂઃ પ્રમુખ આઇટી કંપની ઇન્ફોસિસે રોકાણકારોની આશંકાને દૂર કરતા કહ્યું કે, ગત્ત અમુક વર્ષોમાં કરેલા રોકાણને કારણે કંપની સારી સ્થિતિમાં છે.

કંપનીની વાર્ષિક સામાન્ય બેઠકમાં ઇન્ફોસિસના અધ્યક્ષ નંદન નીલેકણિએ કહ્યું કે, છેલ્લા અમુક વર્ષોમાં અમે ઇન્ફોસિસને મજબૂત અને અધિક સરળ બનાવવા માટે ભારે રોકાણ કર્યું છે. આ સાથે જ અમે અમારા દરેક કામમાં કાર્યક્ષમતા અને સ્ફૂર્તિ લાવી છે.

તેમણે કહ્યું કે, આ રોકાણોને કારણે અમે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ અને કોવિડ-19 મહામારી દરમિયાન અમારા કામથી પણ આ સ્પષ્ટ થયું છે.

તેમણે એ વિશ્વાસ દર્શાવ્યો કે, કંપની કામકાજના સ્તર, બ્રાન્ડ અને સંબંધોની મદદથી આ વૈશ્વિક સંકટથી બહાર આવશે.

નીલેકણિએ કહ્યું કે, અમારી મજબુત બેલેન્સ શીટ, સ્થિર વિકાસની ગતિ, આપણા લોકો માટે ડિજિટલ સિસ્ટમ અને અમારી કાર્યકારી ટીમ, રણનીતિક કાર્યો પર ધ્યાન, એ એવા ફાયદા છે, જે સ્પષ્ટ રીતે અમારા માટે કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, નિર્દેશક મંડળે નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રતિ શેર 9.5 રુપિયાના અંતિમ લાભાંશની ભલામણ કરી છે, જ્યારે કુલ રકમમાં 9.8 ટકાની વૃદ્ધિ થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.