નવી દિલ્હી: ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ માર્ચ ક્વાર્ટરમાં લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ (SUC) હેઠળ સરકારને આશરે 1,367 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ટેલી કોમ્યુનિકેશન્સ વિભાગને આ અઠવાડિયે આ રકમ મળી છે. અન્ય ઓપરેટરોએ તેમની ચુકવણી પહેલાથી જ કરી લીધી હતી. વોડા-આઇડિયાના પ્રવક્તાએ તેના માટેના નવીનતમ ચુકવણી અથવા ભંડોળ વિશે કંઈપણ કહેવાથી ઈન્કાર કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે ઉપરના ક્વાર્ટરની લાઇસન્સ ફી અને એસયુસી માટે અનુક્રમે રૂ. 1,600 કરોડ અને રૂ. 1,440 કરોડ ચૂકવ્યા છે. નિયમ પ્રમાણે, કંપનીઓએ વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિકગાળા માટેના અંદાજિત આવકના આધારે 25 માર્ચ સુધીમાં લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ (આવકનો હિસ્સો) ચૂકવવો જરૂરી હતો.
નિયમ પ્રમાણે, કંપનીઓએ 2019-20ના ચોથા ત્રિમાસિકગાળા માટેના અંદાજિત આવકના આધારે 25 માર્ચ સુધીમાં લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ (આવકનો હિસ્સો) ચૂકવવો જરૂરી હતો.