નવી દિલ્હી: કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ઉદય કોટક કેન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)નું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. સીઆઈઆઈએ બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
આમ, કોટકે કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના ચેરમેન અને ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ પ્રેસિડેન્ટ વિક્રમ કિર્લોસ્કરની જગ્યા લઈ લીધી છે. એક નિવેદન મુજબ, ટાટા સ્ટીલ લિ.ના ટીવી નરેન્દ્રનને 2020-21 માટે સીઆઈઆઈના અધ્યક્ષ તરીકે નિમાયા છે.
બજાજ ફિનસર્વ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજની સીઆઈઆઈના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પસંદગી થઈ છે. જો કે, કોટક બે દાયકાથી સીઆઈઆઈ સાથે સંકળાયેલા છે અને તે ઉદ્યોગ બોર્ડની સેવા આપી રહ્યાં છે.