નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ આજે માર્જિનલ કૉસ્ટ પરઆધારિત ધિરાણ દર માં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક વર્ષ માટે MCLR દર ઘટીને 7.4 ટકા આવશે.
બેન્કના જણાવ્યા અનુસાર, MCLRથી જોડાયેલr હોમ લોનનું EMI પણ ઘટશે. 30 વર્ષ માટેની લોનની ઇએમઆઈ પ્રતિ લાખ રૂપિયામાં 24 નો ઘટાડો થશે. બેન્કે છેલ્લા એક વર્ષમાં MCLRમાં દસ વાર કાપ મૂક્યો છે.
આ સાથે, બેન્કે બચત ખાતાના વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. કપાત બાદ, ગ્રાહકોને બચત ખાતામાં 2.75 ટકા વ્યાજ મળશે. ગયા મહિને જ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 0.75% ઘટાડાનો પૂરો લાભ SBIએ ગ્રાહકોને આપ્યો હતો.