નવી દિલ્હી: ટકાઉ ઉપભોક્તા ચીજોનું ઉત્પાદન કરતી Samsung અને LG જેવી મોટી કંપનીઓએ લોકડાઉનની અવધિ વધતા ગ્રાહકો માટે પ્રી બુકિંગ શરૂ કરી દીધી છે. આ સાથે, કંપનીઓએ ગ્રાહકોને ઘણી ઑફર્સ પણ આપી છે. samsung અને LG બંનેએ તેમની સંબંધિત વેબસાઇટ્સ પર વિવિધ ઉત્પાદનોની પ્રી-બુકિંગ શરૂ કરી દીધી છે. આ પછીથી સ્થાનિક રિટેલ દુકાનદારો દ્વારા ઘરો સુધી પહોંચાડવામાં આવશે.
ગ્રાહકોને લલચાવવા માટે, કંપનીઓ 10,000 રૂપિયા સુધીની ગિફ્ટ આપી રહી છે. જેમાં કેશબેક અને અન્ય ઉત્પાદનો પમ સામેલ છે. LGએ 15 મે અને Samsung 8 મે સુધી આ પ્રી બુકિંગ સેવા શરૂ રાખશે.
25 માર્ચથી દેશમાં લાગુ લોકડાઉનને કારણે ઘરેલું ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની રીટેલ દુકાનો બંધ છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે 4 મેથી લોકડાઉનની શરતોમાં થોડી રાહત આપી છે, જેના કારણે કંપનીઓને માંગમાં સુધારો થવાની આશા રાખે છે.