મુંબઇ: દેશની દિગ્ગજ ઓટો ઉત્પાદક મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ 1,34,885 ગાડીઓને બજારમાંથી પાછી મંગાવી લીધી છે. મારૂતિએ જણાવ્યું કે, તેણે 15 નવેમ્બર 2019થી 15 ઓકટોમ્બર 2019ની વચ્ચે વેગનઆર અને 8 જાન્યુઆરી 2019 થી 4 નવેમ્બર 2019 વચ્ચે બલેનોને પાછી મંગાવી લીધી છે.
બજાર હિસ્સેદારીના આધાર પર ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ કહ્યું કે, આ વેગનઆરની 56,663 યુનિટો અને બલેનોની 78,222 યુનિટ્સના ફ્યૂલ પંપમાં ખામીને કારણે પાછી મંગાવવામાં આવશે. બલેનો અને વેગનઆર બંને મોડેલોમાં કુલ 1,34,885 વાહનો સામેલ છે.
મારૂતિ હવે આ કારની તપાસ કરશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહી આવે. આ સમાચાર આવ્યા પછી મારુતિના શેરમાં ઘટાડો જોવા મળ્યો. જોકે, થોડા સમય પછી શેરના ભાવમાં ફરીથી વધારો થયો. કંપનીએ કહ્યું કે, "કંપનીની આ પહેલથી વેગનઆરના 56,663 યુનિટો અને બલેનોના, 78,222 એકમોમાં ઇંધણ પંપમાં ખામી હોવાની શક્યતા હોઇ શકે છે. જેમાં ખામીયુક્ત ભાગોને કોઈ ચાર્જ વિના બદલવામાં આવશે.