ટોક્યો: ચીનના સૌથી ધનિક વ્યક્તિ જેક માએ જાપાનની સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. માનવામાં આવે છે કે, જાપાની ટેક્નોલોજી કંપનીમાં ઓફિસ ભાગીદારીમાં જોખમી રોકાણોને લઈને તેમણે રાજીનામું આપ્યું છે.
ટોક્યો સ્થિત સોફ્ટબેન્કે નાણાકીય પરિણામો જાહેર કરતાં પહેલાં સોમવારે જેક માનું રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. જોકે, કંપનીએ તેમના રાજીનામાના કારણો આપ્યા નથી.મા, ચાઇનાની અગ્રણી ઇ-કોમર્સ કંપની અલીબાબાના સહ-સ્થાપક છે.
સોફટબેન્કે બોર્ડમાં ત્રણ નવા સભ્યોની ઘોષણા કરી, જેમાં સોફટબેંકના ચીફ ફાઇનાન્શિયલ ઓફીસર યોશીમિત્સુ ગોટો અને વાસેડા યુનિવર્સિટીના પ્રોફેસર યુકો ક્વામોટોનો સમાવેશ થાય છે.
સોફ્ટબેન્કે અલીબાબામાં ભારે રોકાણ કર્યું છે. મા 2007 માં સોફ્ટબેંકના બોર્ડમાં જોડાયા હતા અને સોફ્ટબેંકના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ માસાયોશી સોન સાથે તેમના સારા સંબધો હતા.