મુંબઇ: સર્ચ એન્જિન ગૂગલ ભારતના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિઓ પ્લેટફોર્મમાં 7.7 ટકા હિસ્સો ખરીદશે. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બુધવારે કહ્યું કે, તેનાથી જિઓ પ્લેટફોર્મમાં રૂપિયા 33,737 કરોડનું રોકાણ થશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અંબાણીએ કંપનીની 43મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં કહ્યું કે, "અમે જિઓ પ્લેટફોર્મ્સમાં વ્યૂહાત્મક રોકાણકાર તરીકે ગૂગલને આવકારીએ છીએ. અમે એક સોદા પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ જિઓ પ્લેટફોર્મમાં ગૂગલ રૂપિયા 33,737 કરોડનું રોકાણ કરીને 7.7 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે. "
તેમણે કહ્યું હતું કે, ગૂગલના રોકાણની સાથે જિઓ પ્લેટફોર્મ માટે મૂડી વધારવાની હાલની ઝૂંબેશ પૂર્ણ થશે. ત્રણ મહિનાથી ઓછા સમયમાં રિલાયન્સે 2,12,809 કરોડ રૂપિયાનું રોકાણ વધાર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આમાં ફેસબુકના જિઓ પ્લેટફોર્મમાં 10 ટકા હિસ્સો ખરીદવા, યુકેના બીપી રોકાણો અને કંપનીનીના રાઇટ્સ ઇશ્યૂના માધ્યમથી 53,124 કરોડનો સમાવેશ થાય છે.