ગુરુવારે 'ગૂગલ ફૉર ઈન્ડિયા' ઇવેન્ટમાં, ટેકનોલોજીના દિગ્ગજે જણાવ્યું હતું કે ગૂગલ પે ના વપરાશકારોમાં છેલ્લા 12 મહિનામાં ત્રણ ગણો વધારો થયો છે.
ગૂગલ પે ના પ્રોડકટ મેનેજમેન્ટ અંબરિશ કેન્ધેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતની ઝડપથી વિકસતી ઇન્ટરનેટ ઇકોનોમીનું સૌથી મોટું રહસ્ય ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો છે. ભીમ UPIએ ગયા મહિને 90 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પેમેન્ટને ડિજિટલ કરવા માટે ભારત વૈશ્વિક ધોરણો નિર્ધારિત કરી રહ્યું છે. "
કેન્ધેએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 મહિનામાં, ગૂગલ પે 3 ગણું વધીને 6.7 કરોડ માસિક વપરાશકર્તાઓ સુધી પહોંચી ગયું છે, અને વર્ષે ઑફલાઇન અને ઑનલાઇન વેપારીઓ દ્વારા 110 અબજ ડૉલરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતે છેલ્લા ચાર વર્ષમાં રિટેલ ઇલેક્ટ્રોનિક ચુકવણીમાં 50 ટકાથી પણ વધુ વૃદ્ધિ નોંધાવી છે.