ETV Bharat / business

આંતરરાજ્ય હવાઈ મુસાફરોની સંખ્યા ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને 9 કરોડ રહેવાની સંભાવના - કોરોના વાયરસની સારવાર

કોવિડ-19 અને ભારતીય વિમાન ઉદ્યોગની સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીએ પોતાના રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં આંતર રાજ્ય મુસાફરોની સંખ્યા ઘટીને 9 કરોડ રહેવાનું આનુમાન કર્યું છે. પહેલાં આ અનુમાન 14 કરોડ મુસાફરોનું હતું.

ETV BHARAT
આંતર રાજ્ય હવાઈ મુસાફરોની સંખ્યા ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને 9 કરોડ રહેવાની સંભાવના
author img

By

Published : Apr 7, 2020, 3:39 PM IST

મુંબઈઃ કોરોના વાઇરસ મહામારીના કારણે વિવિધ મુસાફરી પ્રતિબંધોથી ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં આંતર રાજ્ય મુસાફરોની સંખ્યા ઘટીને 8થી 9 કરોડ રહેવાની સંભાવના છે. ઉડ્ડયન કન્સલ્ટિંગ કંપની સીએપીએ ઈન્ડિયાએ સોમવારે જાહેર કરેલા રિપોર્ટ મુજબ, ભારતીય કંપનીઓએ ઓર્ડર આપેલા વિમાન પણ 2 વર્ષ સુધી નહીં મળી શકે.

કંપનીએ કોવિડ-19 અને ભારતીય વિમાન ઉદ્યોગની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2020-21માં આંતર રાજ્ય મુસાફરોની સંખ્યા ઘટીને 8થી 9 કરોડ રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. પહેલાં આ અનુમાન 14 કરોડ મુસાફરોનું હતું.

રિપોર્ટ અનુસાર દેશની બહાર મુસાફરી કરનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા પણ ઘટીને 3.5થી 4 કરોડ રહેવાનું અનુમાન છે. જે ગત નાણાકીય વર્ષમાં 7 કરોડ હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઇરસ સંકટ સાથે જોડાયેલા મુસાફરી પ્રતિબંધો અને આર્થિક પ્રવૃત્તિઓ નરમ થવાથી વર્ષ 2020-21ના પ્રથમ 3 મહિના કામમાં નહીં આવી શકે.

રિપોર્ટ અનુસાર, બીજા ત્રણ મહિના પણ બજારમાં ઐતિહાસિક માંગની અછત વચ્ચે નીકળશે અને વિમાન કંપનીઓ સામાન્યરીતે પરિસ્થિતિમાં સુધાર લાવવા આગળ વધશે.

CAPAએ કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં કંપનીઓ પાસે જરૂરિયાત કરતાં પણ વધારે વિમાન ઉપલબ્ધ હશે.

કંપનીએ કહ્યું કે, આ શરૂઆતી અનુમાન છે અને સમયની સાથે આમાં સંશોધન પણ થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.