અનિલ અંબાણીના બંને પુત્રોએ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. ગત વર્ષે જ ઓક્ટોબરમાં અનિલ અંબાણીના પુત્રોની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે નિમણુક થઇ હતી. શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે, બંનેએ ડિરેક્ટર બોર્ડમાં જોડાવાના છ મહિનાની અંદર રાજીનામું આપ્યું છે.
આ રાજીનામું 31 જાન્યુઆરીથી અમલમાં આવ્યું છે. જો કે, શા માટે આ બંનેએ રાજીનામુ આપ્યુ તે અંગે કંપની તરફથી કોઈ ખુલાસો થયો નથી.