અમેરિકી કંપની એમેઝોન ભારતમાં પોતાના વિભિન્ન એકમોમાં 4,400 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહીં છે. આમાં એમેઝોનનું માર્કેટપ્લેસ અને ફૂડ રિટેલ બિઝનેસ પણ શામેલ છે. આ રોકાણ સાથે, એમેઝોન ભારતીય બજારમાં પોતાના મુખ્ય હરીફ ફ્લિપકાર્ટ સાથે વધુ સારી રીતે સ્પર્ધા કરી શકશે.
ફ્લિપકાર્ટ સાથેની હરીફાઈમાં એમેઝોનને વિવિધ એકમોમાં નાણાકિય વર્ષ 2018-19માં 7000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ એમેઝોન દ્વારા કરવામાં આવેલું આ રોકાણ ભારતીય બજાર પ્રત્યે એમનો વિશ્વાસ દર્શાવે છે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયને મોકલવામાં આવેલી માહિતી અનુસાર, એમેઝોનના બે એકમો, એમેઝોન કોર્પોરેટ હોલ્ડિંગ્સ અને એમેઝોન.કોમ.ઈક્સ.લિ. એમેઝોન સેલર સર્વિસિસ (માર્કેટપ્લેસ યુનિટ)માં 3,400 કરોડ અને એમેઝોન પે (ઇન્ડિયા) (પેમેન્ટ યુનિટ)માં 900 કરોડ અને એમેઝોન રિટેલ ઇન્ડિયા (ફૂડ રિટેલ બિઝનેસ)માં 172.5 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહીં છે.