જો કે આ સ્માર્ટ સ્પીકરને ભારતમાં આવ્યા તેને થોડો સમય જ લાગ્યો છે, પરંતુ દેશમાં એલેક્સા જેવા સ્માર્ટ ડિવાઇસની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.
ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી) અનુસાર, એમેઝોન ઇકોની ભારતીય સ્માર્ટ સ્પીકર બજારમાં 2018માં સૌથી વધારે 59 ટકા રહી, ત્યાર બાદ ગૂગલ હોમની 39 ટકા ભાગીદારી રહી.
એલેક્સાના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ સાયન્ટિસ્ટ રોહિત પ્રસાદે જણાવ્યું હતું કે, "હા, અમે એલેક્સાને ભારતીય બજાર માટે પ્રાદેશિક ભાષાઓની ક્ષમતા સાથે સજ્જ કરી રહ્યા છીએ, પરંતુ આ પ્રારંભિક તબક્કામાં છે."
આ સમયે એલેક્સા કેટલાક હિંગ્લિશ શબ્દો સમજી શકે છે. , પરંતુ તેની સંખ્યા ખૂબ ઓછી છે. એલેક્સા હિન્દી ઉપરાંત, તમિલ, મરાઠી, કન્નડ, બંગાળી, તેલુગુ અને અન્ય પ્રાદેશિક ભાષાઓ પણ બોલશે.
પ્રસાદે કહ્યું હતું કે, "અમે ઇચ્છીએ છે એલેક્સા દરેક ઘરમાં હોય અને તે કોઈ મશીનની જેમ, પરંતુ સહજ રીતે વાત કરે".