ETV Bharat / business

લોકડાઉની અસરઃ BSNL,MTNL અને AIRTELએ પ્રિપેડની સમયમર્યાદામાં વધારો કર્યો - કોરોના વાઈરસ ન્યૂઝ

એરટલે પ્રિપેડની સમયમર્યાદાને 17 એપ્રિલ સુધી વધારી છે. સાથે ત્રણ કંપનીઓએ 10 રૂપિયા સુધીનું ટૉકટાઈમ પણ આપવાનું નક્કી કર્યુ છે. આ યોજના પ્રતિ ઉપભોક્તા ઓછો ખર્ચ કરનાર ગ્રાહકો સુધી સીમિત રાખવામાં આવશે.

Airtel
Airtel
author img

By

Published : Mar 31, 2020, 9:19 AM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સંક્રમણના કારણે લોકડાઉન લાગુ કરાયું છે, ત્યારે સંદેશા વ્યવહારની કંપની BSNL,MTNLએ 20 એપ્રિલ સુધી પ્રીપેઇડની સમયમર્યાદા વધારી છે.

આ ઉપરાંત એરટલે પ્રીપેઇડની સમયમર્યાદાને 17 એપ્રિલ સુધી વધારી છે. સાથે ત્રણ કંપનીઓએ 10 રૂપિયા સુધીનું ટૉકટાઈમ પણ આપવાનું નક્કી કર્યુ છે. આ યોજના પ્રતિ ઉપભોક્તા ઓછો ખર્ચ કરનાર ગ્રાહકો સુધી સીમિત રાખવામાં આવશે.

આ પહેલા ટેલિકોમ ક્ષેત્રના નિયમનકાર, ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ) એ જાહેર પ્રતિબંધને ધ્યાનમાં રાખીને, આ સમયગાળા દરમિયાન અવિરત સેવા પ્રદાન કરવા માટે પ્રીપેઇડ ગ્રાહકોની માન્યતા અવધિમાં વધારો કરવા ટેલિકોમ કંપનીઓને જણાવ્યું હતું.

ઉપરાંત, ટ્રાઇએ પણ આવા ગ્રાહકોને અગ્રતા સાથે અવિરત ટેલિકોમ સેવાઓ પ્રદાન કરવા કંપનીઓ દ્વારા લેવામાં આવતા પગલાઓની માહિતી માંગી હતી.

આ પછી, જાહેર ક્ષેત્રના BSNL,MTNLએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "પ્રીપેઇડ ગ્રાહકો કે જેની માન્યતા 22 માર્ચ 2020ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. કંપની તેમની માન્યતા મફત 20 એપ્રિલ 2020 સુધી લંબાવી રહી છે. તેમજ જે લોકોનું બેલેન્સ શૂન્ય થઈ ગયું છે, તેમને કંપની તરફથી 10 રૂપિયાનો મફત ટૉકટાઇમ પણ આપવામાં આવશે."

BSNLના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણકુમાર પૂરવારે ગ્રાહકોને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને તેમના ફોન નંબર રિચાર્જ કરવા જણાવ્યું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી આ સુવિધા પહોંચાડવા માટે ઇનકમિંગ કૉલ્સની અવધિ વધારવામાં આવશે.

ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની એરટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "તે તેના આઠ કરોડ પ્રીપેઇડ ગ્રાહકોની માન્યતા 17 એપ્રિલ સુધી વધારી રહી છે. ગ્રાહકોના ફોન નંબર પર તે 10 રૂપિયાનો ટૉકટાઇમ પણ આપશે."

કંપનીના કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર શાસ્વત શર્માએ કહ્યું હતું કે, કોરોના વાઈરસ સંકટ દરમિયાન કંપનીએ લોકોને આ નિર્ણય તેમના પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે લીધો છે.

રવિવારે ટ્રાઇએ તમામ કંપનીઓને કહ્યું હતું કે, "તમારે તેમની આવશ્યકતા વધારવા સહિત અન્ય જરૂરી પગલાં લેવાની જરૂર છે, જેથી પ્રીપેઈડ ગ્રાહકોને જાહેર શટડાઉન દરમિયાન અવિરત સેવાઓ મળી શકે."

21 દિવસના દેશવ્યાપી બંધ દરમિયાન લોકોને રિચાર્જ કૂપન્સ અને અન્ય ચૂકવણી વિકલ્પોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ટ્રાઇનો આદેશ આવ્યો છે. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે સરકારે 24 માર્ચે દેશભરમાં 21 દિવસીય દેશવ્યાપી બંધની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.