નવી દિલ્હીઃ પરામર્શ સેવા કંપની ડેલોઈટની એક રિપોર્ટમાં જાહેર થયું છે કે, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી ટૉપની 100 કંપનીઓમાંથી 27 કપંનીઓ માટે વર્તમાન વેતન ખર્ચનો બોજ ઉઠાવવો મુશ્કેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવન જાવન પર દેશ વ્યાપી પાબંધીને કારણે જો આ કપંનીની કમાણી 30 ટાક કે એનાથી વધારે ઘટે તો તેના માટે વર્તમાન વેતન સ્તરને જાળવી રાખવો મુશ્કેલ છે.
દેશમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ છે. ડેલોઈટે કહ્યું કે, આ સમયે દરેક ક્ષેત્રમાં સામાન્ય વપરાશ ઓછો થયો છે. એવામાં કંપનીઓએ પોતાની વેતન ચકવવાની ક્ષમતાનું મુલ્યાંકન કરવું જોઈએ.
આ સાથે જ રિપોર્ટમાં જાહેર થયું છે કે, ટૉપ કંપનીઓમાંથી 27 કંપનીઓ એવી છે જેની આવક 30 ટકા કે તેનાથી ઘટશે તો તે વેતનનો વર્તમાન ખર્ચનો બોજ નહીં ઉઠાવી શકે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "આ અસર ખરેખર વધારે હશે, કારણ એ છે કે તેમના નાણાં ઇન્વેન્ટરી (વેરહાઉસમાં પડેલા માલ) અને અન્ય લોકો સાથે બાકી લેણાંમાં અટવાઈ ગયા છે. વપરાશમાં ઘટાડો થવાની સ્થિતિમાં, નાણાં ફસાઈ જશે."