નવી દિલ્હી: આ પહેલા રિઝર્વ બેંકે ગત સપ્તાહે યસ બેંકના કામકાજ પર રોક લગાવી દીધી હતી. યસ બેન્ક એક દિવસ પહેલા ક્રેડિટ કાર્ડ કે, લોનની બાકી ચૂકવણી માટે અન્ય બેંક ખાતામાંથી આઇએમપીએસ અને એનઇએફટીની સુવિધા શરૂ કરી હતી. હવે બેંકને ચૂકવણી માટે આરટીજીએસની સેવા શરૂ કરી છે.
આરટીજીએસ દ્વારા 2 લાખ રૂપિયાથી વધુ રકમની ચૂકવણી કરી શકાશે. એનઈએફટી દ્વારા 2 લાખ રૂપિયા સુધીની ચૂકવણીની સુવિધા છે. બેંકે ટ્વિટ કરી ક્હ્યું કે, "યસ બેંક બાકી રહેલી ચૂકવણી માટે આરટીજીએસ સેવા શરૂ કરવામાં આવી છે. હવે તમે યસ બેન્કની ક્રેડિટ અન્ય કોઈપણ બેંક ખાતામાંથી વાપરી શકો છો. કાર્ડ અથવા બાકી લોનના હપ્તા ચૂકવી શકો છો."
રિઝર્વ બેંક ગેરવહીવટને જોઈ યસ બેંકનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે. ત્યારબાદ 5 માર્ચથી 3 એપ્રિલ સુધીનો સમય યસ બેંકના ગ્રાહકો ઉપર વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરી હતી.
રિઝર્વ બેંક દ્વારા નિયંત્રણ બાદ યસ બેંકની ઓનલાઈન લેવડ-દેવડની સેવા પર રોક લગાવવામાં આવ્યો હતો. યસ બેંકના ખાતામાંથી ઓનલાઈન ચુકવણી પર હજુ રોક લાગેલી છે.