નવી દિલ્હી: જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત ફુગાવો વાર્ષિક ધોરણે જૂન 2020માં 1.81 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન, ઇંધણ અને વીજળીના ભાવમાં ઘટાડો થયો હતો જ્યારે ખાદ્ય ચીજો મોંઘી થઈ ગઈ હતી. અગાઉના મહિનામાં એટલે કે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવામાં 3.21 ટકાનો ઘટાડો થયો હતો.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસરા જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક (Wholesale Price Index-WPI) આધારિત મોંઘવારીનો દર જૂન મહિનામાં ઘટીને 1.81 ટકા નોંધાયો છે, જ્યારે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.45 ટકા હતો.
જૂન મહિનામાં ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવોમાં ઘટાડો થવાના કારણે જથ્થાબંધ મોંઘવારીના દરમાં ઘટાડો થયો છે. WPI સૂચકાં અનુસાર, ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર મે મહિનામાં 1.13 ટકા નોંધાયો હતો.ઇંધણ અને પાવર સમૂહના સૂચકાંકમાં 13.60 ટકાનો ઘટડો થયો છે.
જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકમાં પ્રાઈમરી આર્ટિકલ્સ જૂથ, સ્વદેશમાં જ ઉત્પાદિત ચીજ-વસ્તુઓ, ખાદ્ય પદાર્થોના ભાવોને સામેલ કરવામાં આવે છે. શાકભાજીનો મોંઘવારો દર જૂન મહિનામાં 33.15 ટકાથી ઘટીને 24.76 ટકા પર આવી ગયો છે.