ETV Bharat / business

હવે સાયબર ક્રાઈમ સામે પણ મળી શકશે વીમા કવચ, જાણો વિગત... - સાયબર વીમા પોલીસી

આ ડિજિટલ યુગમાં, વ્યક્તિની મહેનતથી મેળવેલા નાણાં, સામાજિક પ્રતિષ્ઠા અને માનસિક સ્વાસ્થ્યને ઇન્ટરનેટ આધારિત સાધનોનો ઉપયોગ કરીને બચાવવાની જવાબદારી છે અને સાયબર સુરક્ષા કવચ લેવો તે સુરક્ષીત છે.

સાયબર ક્રાઈમ
સાયબર ક્રાઈમ
author img

By

Published : Jul 6, 2020, 6:01 PM IST

હૈદરાબાદ : સાયબર ક્રાઈમ સામે રક્ષણ મેળવવા વ્યક્તિગત રીતે વીમા કવચ મળી શકશે, જેમાં ઓનલાઈન છેતરપિંડી થનારા આર્થિક નુકસાન, આઈડી પ્રુફની ચોરી, સાઈબર સ્ટોકીંગ અને ખંડલી, ફિશીંગ અને માલવેયર એટેકથી થતા નુકસાનને સુરક્ષા કવચ મળી શકે છે.

ભારત સરકારની સાયબર સિક્યુરિટી નોડલ એજન્સી, ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ (સર્ટ-ઇન) દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સાયબર એટેક ભારતમાં મોટા પાયે થઈ શકે છે. જેથી ધંધા કરનાર લોકોને મોટો નુકસાન થઇ શકે છે.

સાયબર કંપની સાઇફિરામના અહેવાલ મુજબ, જૂન મહિનાની શરૂઆતથી ચીન તરફથી ભારતમાં સાયબર હુમલામાં 200 ટકાનો વધારો થયો છે. ગલવાન ખીણમાં તણાવ બાદ આ વધારો થયો છે.આવા સમયે, વ્યક્તિની મહેનતથી મેળવેલા નાણાં, સામાજિક પ્રતિષ્ઠા અને માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા કરવી અને સાયબર સુરક્ષા કવર ખરીદવું આવશ્યક છે.

બિઝનેસ માટે સાઈબર લાઈબિલિટિ કવર વર્ષોથી મોજુદ છે, પરંતુ વ્યક્તિગત રીતે આવો વીમો ઉપ્લબ્ધ ન હોતો. હવે બજાજ અલિયાન્સ જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા આવી પોલિસી તૈયાર કરાઈ છે. આ પોલિસીનો ઉદ્દેશ્ય વ્યક્તિગત રીતે ઈ-કોમર્સ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોને મદદ પહોંચાડવાનો હોવાનો દાવો કરાયો છે.

આ પોલિસી હેઠળ રૂપિયા એક લાખથી રૂપિયા એક કરોડ સુધી વીમા કવચ મળશે. જો કે, આ પોલિસીના પ્રિમિયમ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. એમ કહેવાય છે કે આ વીમા કવચનો લાભ સાયબર કાફે કે શંકાસ્પદ વ્યવહારો માટે મળશે નહીં.

આ પ્રકારનું આ પહેલું કવર છે, જે હાલના સમયમાં ગ્રાહકો માટે વધતા અને બદલાતા ખતરાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. કેટલાક દાયકા પહેલાં જ્યારે ખિસ્સું કપાઈ જવાનો સૌથી મોટો ખતરો હતો. હવે આ સમયમાં ખિસ્સાકાતરુઓ વિરુદ્ધ કવર આપનારી પોલિસી લાગુ ન કરી શકાય, કેમ કે હવે સૌથી વધુ મોટો ખતરો સાયબર ક્રાઈમનો છે. આજના આ ડિજિટલ સમયમાં મોટી સંખ્યામાં ડેટા સ્ટોર કરવાની સાથે-સાથે તેનું આદાન-પ્રદાન પણ થઈ રહ્યું છે,તેના કારણે સાયબરના ખતરા પણ વધી રહ્યા છે.

પોલિસી એક લાખથી એક કરોડ રૂપિયા સુધીનો વીમો આપે છે, જોકે પ્રીમિયમ અંગે કોઈ ખુલાસો થયો નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ તેના દર એ વસ્તુથી નક્કી થશે કે તમે કેટલા કલાક ઓનલાઈન રહો છો. પોલિસી કવર કોઈ ડિવાઈસ સુધી સીમિત નહીં હોય. આ પોલિસી ફેમિલી કે વર્ક ડિવાઈસને કવર કરશે. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે સાયબર કાફે કે શંકાસ્પદ ઉપકરણોથી કરાતી લેણદેણ આ પોલિસીના વિસ્તારમાં નહીં આવે.

  • વ્યક્તિગત સાયબર વીમા પોલિસી શું છે?

વ્યક્તિગત સાયબર વીમા પોલિસી જે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે છે. સાયબર સંબંધિત સુરક્ષા ભંગ થતા પછી તેનાથી સંકળાયેલા ખર્ચની ભરપાઇ કરી શકાય છે. તેથી જ લોકોને સાયબર જોખમ ઘટાડવામાં મદદ કરવા માટે આ વીમો બનાવવામાં આવ્યો છે.

  • કોને વ્યક્તિગત સાયબર વીમો ખરીદવાની જરૂર છે?

કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ (ખરીદી, બિલ ચુકવણી, મની ટ્રાન્સફર વગેરે) માટે ચુકવણી કરવા માટે ગેટવેનો ઉપયોગ, ક્લાઉડ સેવાઓનો ઉપયોગ, હોમ-સપોર્ટ અથવા કનેક્ટેડ ડિવાઇસીસ વગેરે અને જે મોટા પાયે ઓનલાઇન ચુકવણી અથવા તો ટ્રાન્ઝેક્શનના કાર્ય સાથે જોડાયેલો વ્યક્તિ હોય તેને આ વીમાની જરૂર પડશે.

  • કઇ વીમા કંપની વ્યક્તિગત સાયબર વીમા પોલિસી આપે છે?

ભારતમાં ખાનગી સાયબર વીમો આપતી ત્રણ મોટી ખાનગી વીમા કંપનીઓમાં HDFC-ERGO,બજાજ આલિઆન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ શામેલ છે.

એચડીએફસી અર્ગોએ સાઇબર જોખમ સામે રક્ષણ અપાવવા માટે એક વીમા પોલિસી લોન્ચ કરી છે તેમાં બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઇ-રેપ્યુટેશનને નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે. આ પોલિસીમાં વ્યક્તિઓને અને તેમના પરિવારોને નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન પહોંચાડી શકે તેવા સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડિજિટલ જોખમો સામે સંપૂર્ણ રક્ષણ આપવાનો વિકલ્પ છે.

તેના હેઠળ સમ એસ્યોર્ડ રૂપિયા 50,000થી લઈને એક કરોડ સુધી છે. રૂપિયા 50,000ની પોલિસી ઉતરાવવાનો વાર્ષિક ખર્ચ રૂપિયા1,410 આવશે જ્યારે એક કરોડના કવર માટેનું પ્રીમિયમ રૂપિયા.25,198 છે, સમ એસ્યોર્ડના 0.14 ટકાથી લઈને ત્રણ ટકા સુધી પ્રીમિયમ રહેશે.

આ ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિને આધુનિક કનેક્ટેડ લાઇફની સાથે આવતાં જોખમો સામે રક્ષણ પૂરું પાડશે સાયબર સતામણી કે ધમકીના કારણે વ્યક્તિએ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે તો તેના કાઉન્સેલિંગ સત્રમાં ઉઠાવવા પડતા સત્રનો ખર્ચ આવરી લેશે. આ ઉપરાંત જોખમના કારણે કોઈ વિવાદ થાય તો તેના લીગલ ખર્ચને પણ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના 2016ના અહેવાલ પ્રમાણે 2016માં સાયબર ક્રાઇમના કેસમાં એક વર્ષમાં 6.3 ટકા વધારો થયો હતો અને 12,317 ગુના નોંધાયા હતા.

  • પોલિસી ખરીદતી વખતે યાદ રાખવાના મુદ્દા

પોલિસી દ્વારા તેમની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે વ્યક્તિઓએ તેમની જરૂરિયાતો સાથે નીતિના કવરેજને મેળવવું જોઈએ અને સમાવિષ્ટ અને બાકાત કલમોની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. કૌટુંબિક ફ્લોટર વિકલ્પો પણ તપાસો કારણ કે તે તમારા જીવનસાથીને તેમજ ઓછામાં ઓછી વયમર્યાદાવાળા બાળકોને આવરી લે છે.

  • કેવી રીતે ખરીદવું

આ પોલીસી વીમા કંપની સત્તાવાર વેબસાઇટ્સ દ્વારા ઓનલાઇન ખરીદી શકાય છે. પોલીસીના જરૂરી દસ્તાવેજો ભરો અને સબમિટ કરો જે બાદ તમારા પોલીસીની તમામ માહીતી તમારા રજીસ્ટર ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવશે. વૈકલ્પિક રીતે તમે આ વીમા કંપનીઓની ઓફિસોની મુલાકાત પણ લઈ શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.