નવી દિલ્હીઃ 16 ફેબ્રુઆરી (આઈએનએસ) વોડાફોન આઈડિયા ભારતની અત્યાર સુધીની સૌથી મોટી નાદારી બની શકે છે, કારણ કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) હેઠળ બાકી ચૂકવણી કરવામાં અસમર્થતા વોડાફોન પીએલસી અને આદિત્ય બિરલાના સંયુક્ત સાહસને નાદારીની દિશામાં આગળ ધપાવી શકે છે.
વોડાફોન આઈડિયાએ કહ્યું કે, કંપની આગામી કેટલાક દિવસોમાં એજીઆર હેઠળની તેની કેટલીક જવાબદારીઓ ચૂકવશે. જો કે, આ રકમ કેટલી ચૂકવશે તે અંગેનો કોઈ ખુલાસો કરાયો નથી.
વોડાફોનએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપની હાલમાં તે રકમનું મૂલ્યાંકન કરી રહી છે, કે જે તે એજીઆરના આધારે ગણતરીની બાકી ચૂકવણી માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડીઓટી)ને ચૂકવવા માટે સક્ષમ હશે, જેનો ઉલ્લેખ માનનીય સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર, 2019ના રોજ કરેલા આદેશમાં કર્યો છે. આગામી થોડા દિવસોમાં આકારણી કરવામાં આવેલી રકમ ચૂકવવા માટે કંપની સુચન કરે છે.
બાકી ચૂકવણી નહીં ચૂકવવા બાબતે ટેલીકોસ સુપ્રીમ કોર્ટ આગળ ઘુટણીયે પડ્યું છે, જોકે, હજૂ સુધી સ્પષ્ટ નથી થયું કે, વોડાફોન આઈડિયા કેટલી રકમની ચૂકવણી કરશે અને ક્યારે કરશે. કંપનીના આશરે 44,000 કરોડ રૂપિયા બાકી છે, જે 17 માર્ચે કોર્ટની આગામી સુનવણી પહેલા આ રકમ ચૂકવવાની રહેશે.
ડિસેમ્બરના અંતમા કંપની પાસે 12,530 કરોડ રૂપિયાની રોકડ રકમ હતી. કંપનીના હાથમાં રહેલી રોકડ રકમ ચૂકવવાપાત્ર બાકીના રકમની ચોથા ભાગની હશે, જે બાબત પરિસ્થિતિને વિકટતા અને અનિશ્ચિતા સુચવે છે.
ટેલિકોમ ઓપરેટરો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ટાટા ટેલિસર્વિસિસ પર એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) બાબતે મોદી સરકારના અગાઉના વલણે ફરી એક વખત વિપક્ષે શુટ-બુટની સરકાર' અને મૂડીવાદીની સરકાર હોવાનો આક્ષેપોને ફરીથી જીવંત બનાવ્યા છે.
ભાજપને આ કંપનીઓ મોટુ ચૂંટણી ભંડોળ આપે છે. આ અહેસાન ચૂકવવા માટે સરકાર તેમને વધુ ધિરાણ તેમજ છૂટછાટ આપી રહી છે, તેવા આરોપો વિપક્ષ લગાવી રહ્યું છે. કોંગ્રેસે શનિવારે આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકાર માટે ટેલકોસ અને ક્વિડ પ્રો-ક્વોમ શ્વાસ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
AICCના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 23 જાન્યુઆરી, 2020ના ઓર્ડર મુજબ મોદી સરકાર ટેલિકોમ કંપનીઓ પાસેથી રૂપિયા 1.02 લાખ કરોડની વસૂલાત મોકૂફ રાખવાનું શું કારણ છે? 29 નવેમ્બર, 2019ના કેબિનેટ નિર્ણય દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી 42,000 કરોડ રૂપિયાની વસૂલાતના આદેશને મુલતવી રાખવા નિર્ણય કર્યો હતો.
સુરજેવાલાએ સવાલ કર્યો કે, ટેલિફોન રેટમાં 30-40 ટકાનો ભાવ વધારો કરાવી મોદી સરકાર 112 કરોડ પ્રીપેઈડ સેલ ફોન ધારકોના ખિસ્સામાંથી કેમ 1.60 લાખ કરોડ રૂપિયા પડાવી રહી છે? સેલ ફોન ટેરિફ અને ડેટા વપરાશમાં 40 ટકાનો વધારો કરી ગ્રાહકના ખિસ્સામાંથી ટેલિકોમ કંપનીઓ રૂપિયા 1.20 લાખ કરોડ ચૂકવવાપાત્ર રકમ કાઢી રહી છે.
23 જાન્યુઆરીના રોજ સુરજેવાલાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને પગલે કોઈપણ ચુકવણી માટે આગ્રહ ન રાખવાનો, અને મોદી સરકારે ટેલિકોમ કંપનીઓ પાસેથી 1.02 લાખ કરોડની વસૂલાત નહીં કરવા અને કડક કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો. મોદી સરકારે આગળના ઓર્ડર પર પણ કોઈ નક્કોર પગલા લીઘા ન હતા.
2017-18માં, ભાજપના ચૂંટણી ફાળાના તમામ દાનનો 38 ટકા હિસ્સો ફક્ત બે દાતાઓ પ્રુડેન્ડ ઈલેક્ટોરલ ટ્રસ્ટ(રૂપિયો 154.30 કરોડ) અને એબી જનરલ ઈલેક્ટોરલ ટ્રસ્ટ (રૂપિયા 12.5 કરોડ) તરફથી મળ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ, લોકસભાની ચૂંટણીઓ પૂર્વે 1 એપ્રિલ, 2018 થી 31 માર્ચ, 2019ની વચ્ચે ભાજપે 800 કરોડ રૂપિયાનો સારો એવો ચૂંટણી ભંડોળ મેળ્યું હતું. આ ભંડોળમાં સૌથી મોટો એકમાત્ર ફાળો ટાટા ગૃપ દ્વારા આપવામાં આવેલો પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટનો છે, આ ટ્રસ્ટે 356 કરોડનું ભંડોળ આપ્યું હતું.
પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ, મુખ્યત્વે ભારતી એરટેલ, ડીએલએફ અને હિરો ગૃપ દ્વારા ભંડોળ પૂરૂં આપવામાં આવ્યું છે, જેમણે ભાજપને 67 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 39 કરોડ રૂપિયા 2018-19માં આપ્યા હતા. આદિત્ય બિરલા જનરલ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને 28 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, અને તેઓએ કોંગ્રેસને 2 કરોડ રૂપિયા ભંડોળમાં આપ્યા છે.
New Delhi, Feb 16 (IANS) Vodafone Idea could be the largest bankruptcy ever in India as the inability to pay dues under the adjusted gross revenue (AGR) may push the Vodafone Plc and Aditya Birla joint venture in that direction.
If the promoters and management of Vodafone Idea file for bankruptcy, it will be an earthquake for India Inc. However, one legal view is that filing under IBC in the NCLT after the Supreme Court order will be to circumvent contempt of court.
Vodafone Idea, promoted by British telecoms giant, Vodafone Plc and Aditya Birla group, has said it will repay some of its obligations under AGR in the next few days. However, it has not disclosed how much the amount will be paid.
"The company is currently assessing the amount that it will be able to pay to Department of Telecommunications (DoT) towards the dues calculated based on AGR, as interpreted by the Hon'ble Supreme Court in its order dated 24 October 2019. The company proposes to pay the amount so assessed in the next few days", Vodafone said in a regulatory filing.
While the Supreme Court has come down heavily on telcos for non-payment of dues, it is not yet clear how much Vodafone Idea will pay and when. The company owes about Rs 44,000 crore, which is required to be paid before the court's next hearing on March 17.
In end-December, the company had cash and cash equivalents worth Rs 12,530 crore. The cash in hand for the company will be only one-fourth of the dues payable, making the situation grim and uncertain.
The Modi government's earlier stance to go easy on telecom operators, Bharti Airtel, Vodafone Idea and Tata Teleservices on adjusted gross revenues (AGR) has once again revived the chants of a 'suit boot ki sarkar' and allegations of crony capitalism from the Opposition.
As it turns out, the three parties are also big donors to the BJP as accessed in electoral bonds data, further lending credence to the allegations of crony capitalism by the Opposition.
The Congress had on Saturday alleged a quid pro quo in the decision of the Modi government to allow a breather for telcos. Randeep Singh Surjewala, in-charge, Communications, AICC said in a statement that what is the quid pro quo for Modi government to defer recovery of Rs 1.02 lakh crore from telecom companies as per order dated 23rd January, 2020 over which Supreme Court has now issued contempt and deferment of recovery of Rs.42,000 crore from telecom companies vide Cabinet decision dated 29th November, 2019.
Surjewala also asked as to why Modi government is extorting Rs 1.60 lakh crore from the pockets of 112 crore prepaid cell phone users as tariffs have been raised by 30-40 per cent.
Surjewala also asked if the increase of 40% in cell phone tariff and data usage charge a method to recover Rs 1.02 lakh crore payable by telecom companies from the pockets of ordinary Indians.
On January 23, Surjewala said the Modi government issued an order for not recovering Rs 1.02 lakh crore from telecom companies and not to take any coercive action by stating "not to insist for any payment pursuant to the order passed by Supreme Court and not to take any coercive steps till further orders."
In 2017-18, for the BJP, 38 per cent of all its donations came from two donors -- Prudent Electoral Trust (Rs 154.30 crore) and Ab General Electoral Trust (Rs 12.5 crore).
As per media reports, the BJP raised well over Rs 800 crore between April 1, 2018 and March 31, 2019 before the Lok Sabha elections and the biggest single contribution came from the Tata group backed Progressive Electoral Trust, which donated Rs 356 crore.
Prudent Electoral Trust, predominantly funded by Bharti Airtel, DLF and the Hero group, sent in over Rs 67 crore to the BJP and Rs 39 crore to the Congress in 2018-19. The Aditya Birla General Electoral Trust has sent in over Rs 28 crore to the BJP and they donated Rs 2 crore to the Congress.
Conclusion: