- આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) ફરી એકવાર ઘટાડો થયો
- તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) 15-15 પૈસાનો ઘટાડો કર્યો છે
- 38 દિવસ પછી બીજી વખત પેટ્રોલની કિંમતમાં (Petrol Price) ઘટાડો કરવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price) આસમાને પહોંચી છે. ત્યારે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 107.52 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત (Diesel Price) 96.48 પ્રતિલિટર છે. તો કોલકાતામાં પેટ્રોલ 101.82 રૂપિયા પર વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિલિટર છે.
આ પણ વાંચોઃ આજે સતત બીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 97 પોઈન્ટ ઉછળ્યો
તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price) ઘટાડી
પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં ઘટાડો થયો છે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો થયો છે. 38 દિવસોમાં બીજી વખત આજે પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 101.49 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલની કિંમત 88.92 રૂપિયા પ્રતિલિટર છે. આ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિલિટર છે.
આ પણ વાંચોઃ RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સોમવારે (23 ઓગસ્ટે) કોઈ ફેરફાર નહતો થયો. આ પહેલા રવિવારે 36 દિવસ બાદ પેટ્રોલ 20 પૈસા સસ્તું થયું હતું. ત્યારે આજે ફરી એક વાર એટલે કે 2 દિવસ પછી પેટ્રોલ 15 પૈસા સસ્તું થયું છે. આજે બંને તેલમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) કોઈ ફેરફાર નથી કર્યો. જ્યારે ગયા અઠવાડિયે 20-20 પૈસા કરીને ડીઝલ કુલ 80 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું હતું.
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓRલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.