- વૈશ્વિક બજારમાંથી નબળા સંકેત મળ્યા
- સેન્સેક્સમાં 435.96 પોઈન્ટનો ઘટાડો
- નિફ્ટીમાં 152.65 પોઈન્ટનો ઘટાડો થયો
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળતા તેની અસર ભારતીય શેર બજાર પર પણ પડી છે, જેના કારણે સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆત નબળી થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 435.96 પોઈન્ટ (0.88 ટકા)ના ઘટાડા સાથે 49,066.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 152.65 પોઈન્ટ (1.02 ટકા) તૂટીને 14,789.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે
આ શેર પર સૌની નજર રહેશે
શેર બજારની નબળી શરૂઆત થતા રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં શેર બજારમાં આજે મહત્વના શેર પર સૌની નજર ટકી રહેશે. આજે શેર બજારમાં INTERGLOBE AVIATION, મેટલ શેર્સ, PNB, IOB, SOLARA ACTIVE PHARMA, COFORGE, GE T&D જેવા શેર્સ પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ ફાઈઝર ભારતને 70 મિલિયન ડોલરની કોવિડ ટ્રિટમેન્ટ ડ્રગ્સ દાન કરશે
DOW FUTURES પણ નીચલા સ્તર પર જોવા મળી રહ્યો છે
વૈશ્વિક બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. SGX Nifty પણ 200 પોઈન્ટ ઘટ્યો છે. જ્યારે DOW FUTURES પણ નીચલા સ્તર પર જોવા મળી રહ્યો છે. DOW દિવસની ઉંચાઈથી લગભગ 300 પોઈન્ટ તૂટ્યો છે. જોકે, આજે એશિયાઈ બજારમાં નબળાઈ સાથે વેપાર ચાલી રહ્યો છે. SGX NIFTY 207.50 પોઈન્ટની નબળાઈ સાથે 14,781.00ની આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.83 પોઈન્ટનો ઘટાડો જોલા મળ્યો છે. આ સાથે જ નિક્કેઈ 812.39 પોઈન્ટના ઘટાડા સાથે 28,705.95ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 2.98 ટકાના ઘટાડા સાથે 16,749.68ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.