- ભારતીય શેર બજારની સતત બીજા દિવસે ઉછાળા સાથે શરૂઆત
- BSEના સેન્સેક્સમાં 238.60 પોઈન્ટનો વધારો જોવા મળ્યો
- NSEના નિફ્ટીમાં 70.30 પોઈન્ટનો વધારો જોવા મળ્યો
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. સેન્સેક્સ 238.60 પોઈન્ટ (0.49 ટકા)ના વધારા સાથે 49,182.74ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 70.30 પોઈન્ટ (0.48 ટકા)ની મજબૂતી સાથે 14,723.30ના સ્તર પર ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ એપ્રિલમાં શહેરોમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો : સર્વે
આ શેર પર સૌની નજર રહેશે
શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ હોવાથી દિવસભર ઉથલપાથલ જોવા મળસે. બુધાવારે શેર બજારમાં નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની બજાજ ફાઈનાન્સે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. દર વર્ષના આધાર પર માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 42 ટકા વધીને 1,347 કરોડ રૂપિયા થયો છે. જ્યારે ચોથા ક્વાર્ટરમાં લોન લોસ પ્રોવિઝનમાં ઘટાડો થવાથી કંપનીનો નફો વધ્યો છે. બજાજ ફાઈનાન્સના બોર્ડે ફિસ્કલ યર 2021 માટે 2 રૂપિયા ફેસ વેલ્યુવાળા શેર પર 10 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ટની જાહેરાત કરી છે. આ સાથે જ બ્રિટાનિયા, એક્સિસ બેન્કના શેર પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ સેન્સેક્સમાં ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટમાં 1.33 લાખ કરોડનો ઘટાડો
મોટી ટેક કંપનીઓના પરિણામ પહેલા US માર્કેટમાં સારી અસર જોવા મળી
મોટી ટેક કંપનીઓના પરિણામ પહેલા US માર્કેટમાં ચહલપહલ સારી જોવા મળી રહી છે. આજે DOW FUTURES પર 80 પોઈન્ટનું દબાણ જોવા મળી રહ્યું છે. એશિયામાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે, પરંતુ SGX Nifty 0.25 ટકા નીચે છે. મંગળવારે DOW અને S&P 500નું ક્લોઝિંગ સમતોલ જોવા મળ્યું હતું. આ સાથે ટેસ્લા અને માઈક્રોસોફ્ટના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.