ETV Bharat / business

વૈશ્વિક બજારના નબળા સંકેતના કારણે આજે Share Marketની પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 451 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) પણ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 451.46 પોઈન્ટ (0.76 ટકા)ના ઘટાડા સાથે 59,216.14ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 119.20 પોઈન્ટ (0.67 ટકા) તૂટીને 17,629.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારના નબળા સંકેતના કારણે આજે શેર બજારની પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 451 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Sep 29, 2021, 9:48 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 451.46 તો નિફ્ટી (Nifty) 119.20ના સ્તર પર ખૂલ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) પણ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 451.46 પોઈન્ટ (0.76 ટકા)ના ઘટાડા સાથે 59,216.14ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 119.20 પોઈન્ટ (0.67 ટકા) તૂટીને 17,629.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ શેર્સ પર સૌની નજર રહેશે

આજે દિવસભર મેક્સ હેલ્થકેર (Max Healthcare), એનબીસીસી (NBCC), પેટ્રોનેટ એલએનજી (Petronet LNG), ભારતી એરટેલ (Bharti Airtel), ઈન્ડિગો (IndiGo), આઈજીએલ (IGL), લ્યુપિન (Lupin), એચડીએમસી એએમસી (HDFC AMC) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.

એશિયાઈ બજારોમાં મજબૂતી સાથે વેપાર થઈ રહ્યો છે

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે મોટાભાગના એશિયાઈ બજારોમાં મજબૂતી સાથે વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 82.50 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.03 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાનમાં 1.45 ટકાના ઘટાડા સાથે 16,933.02ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં 1.44 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો કોસ્પીમાં 1.93 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. હેંગસેંગમાં 0.64ના ઘટાડા સાથે 24,344.07ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 2.46 ટકાના ઘટાડા સાથે 29,442.14ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો- કાચા તેલમાં તેજીના કારણે Petrol-Dieselની કિંમતે આપ્યો ઝટકો, ક્યાં શું કિંમત છે? જાણો

આ પણ વાંચો- એપ્રિલ-જૂનમાં નવ ક્ષેત્રમાં રોજગારી 3.08 કરોડને પાર : શ્રમ સર્વેક્ષણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.