ETV Bharat / business

આજે ચોથા દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટ્યો - વૈશ્વિક બજાર

આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 46.4 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 58,203.86ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 18.55 (0.11 ટકા)ના ઘટાડા સાથે 17,334.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

author img

By

Published : Sep 9, 2021, 9:44 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • આજે ચોથા દિવસે શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 46.4 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 18.55 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેની અસર ભારતીય શેર બજાર (Share Market) પર જોવા મળી છે. આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 46.4 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 58,203.86ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 18.55 (0.11 ટકા)ના ઘટાડા સાથે 17,334.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

આ સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર શેર બજારમાં એસબીઆઈ લાઈફ (SBI Life), યુકો બેન્ક (UCO Bank), જેએસપીએલ (JSPL), સીએએમએસ (CAMS), સીડીએસએલ (CDSL), એપોલો ટાયર્સ (Apollo Tyres), જેકે ટાયર (JK Tyre), સીએટ (Ceat) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત

વૈશ્વિક બજારમાં સતત ત્રીજા દિવસે ડાઉ (DOW) અને એસ એન્ડ પી (S&P) 500માં ઘટાડો થયો

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં દબાણ સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 53 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. નિક્કેઈ 0.46 ટકાના ઘટાડા સાથે 30,041.33ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ્સ ટાઈમ્સમાં 0.30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.04 ટકાના ઘટાડા સાથે 17,263.22ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 1.16 ટકા તૂટીને 26,015.03ના સ્તર પર જોવા મળી રહ્યું છે. કોસ્પીમાં 0.94 ટકા તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.04 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) 60 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે ડાઉ (DOW) અને એસએન્ડપી (S&P) 500માં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.