ન્યૂયોર્ક : તાજેતર ઓછામાં ઓછા ચાર લોકો - જેમણે વોમાર્ટ, ટ્રેડર જોઝ અને જાયન્ટમાં કામ કર્યું હતું - કોવિડ -19 થી મૃત્યુ પામ્યા છે.
સમગ્ર દેશમાં રોગચાળો તીવ્ર બન્યો છે ત્યારે મુખ્ય સુપરમાર્કેટ ચેઇન્સએ તેમના પ્રથમ કર્મચારીના કોરોના વાઇરસ થી મૃત્યુની જાણ કરવાનું શરૂ કર્યુ છે, જેનાથી સ્ટોર બંધ થયા છે.અને કરિયાણાના કામદારોમાં ચિંતા વધી છે.
સ્કાર્સડેલ, ન્યુ યોર્કમાં ટ્રેડરજોઝના કર્મચારી, મોર્ગોના લાર્ગોમાં એક જાયન્ટ સ્ટોરના ગ્રીટર, અને શિકાગો-એરિયા સ્ટોરના બે વોલમાર્ટ કર્મચારી કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા છે, જેની કંપનીઓએ સોમવારે પુષ્ટિ કરી છે .
40 થી વધારે રાજ્યોએ બિન આવશ્ક સેવાઓની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે.અને રહેવાસીઓને વાઇરસના ફેલાવાને રોકવા માટે ઘરે રહેવાનું કહ્યું છે, તેમ છતાં છુટક દુકાનદારો દુકાન ખુલ્લી રાખે છે.જેમાં સુપરમાર્કેટ્સ પણ ખુલ્લા રહે છે.
યુ.એસ.માં ચેપ અને મૃત્યુ દરમાં વધારો થવાનું ચાલુ છે.છતાં હજારો કરિયાણાના કર્મચારીઓએ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. જેમાં કેટલાય કર્મચારીઓએ માંગને પહોંચી વળવા લાંબી પાળી અને વધારાના વર્કલોડ સાથે કામ કરે છે .
ઘણા કામદારો કહે છે કે તેમની પાસે દિવસના સેંકડો ગ્રાહકો સાથે વ્યવહાર કરવા માટે પૂરતા રક્ષણાત્મક વસ્ત્રો નથી. તાજેતરના અઠવાડિયામાં ડઝનેક કરિયાણાના કામદારોએ કોરોનાવાયરસ માટે પોઝીટીવ પરીક્ષણ કર્યું છે.