ETV Bharat / business

TCSના CEOનું પેકેજ 2019-20માં 16 ટકા ઘટીને 13.3 કરોડ રૂપિયા થયું

author img

By

Published : May 21, 2020, 5:45 PM IST

TCSના વાર્ષિક અહેવાલ મુજબ, ગયા નાણાકીય વર્ષમાં, ગોપીનાથે વેતન રૂપે 1.35 કરોડ રુપિયા, વધારાની સુવિધા રૂપે રૂપિયા 1.29 કરોડ, કમિશન તરીકે 10 કરોડ (નફાના 0.02 ટકા) અને ભથ્થું તરીકે 72.82 લાખ રૂપિયા લીધા.

TCS
TCS

નવી દિલ્હી: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથનું પગાર પેકેજ ગત નાણાકીય વર્ષ કરતા 2019-20માં 16 ટકા ઘટીને 13.3 કરોડ થયું છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ, 2018-19માં તેમનું કુલ પેકેજ 16.02 કરોડ હતું.

અહેવાલમાં જણાવાયું છે કે, "વર્ષ 2019-20માં મેનેજમેન્ટલ સ્તરે પુરસ્કાર 15 ટકા ઓછું રહ્યું છે. વળી કાર્યકારીઓના ઈનામ પણ વર્ષ 2018-2019ની સરખામણીએ 2019-20 માં ઓછું રહ્યું છે. જેનું મુખ્ય કારણ કોવિડ -19ની માહામારીના આર્થિક પ્રભાવને કારણે છે. ડિરેક્ટરોએ સંસાધનોની અછતને જોતા આ વર્ષે અધિકારીઓનો પગાર ઘટાડવાનો નિર્ણય લીધો છે. "

ટીસીએસના મુખ્ય ઑપરેટિંગ અધિકારી એન ગણપતિ સુબ્રમણ્યમે પણ 2019-20માં ઓછું પારિતોષિત લીધું હતું.

રિપોર્ટ અનુસાર પાછલા નાણાકીય વર્ષમાં વાર્ષિક પગારમાં લગભગ 7.7 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, દેશની બહાર કામ કરતા કર્મચારીઓની ટકાવારીમાં 2 થી 6 ટકાનો વધારો થયો છે. ગત નાણાકીય વર્ષમાં ટીસીએસના કાયમી કર્મચારીઓની સંખ્યા 4.48 લાખ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.