ETV Bharat / business

ટાટા મોટર્સે સબકૉમ્પેક્ટ SUV બજારમાં ઉતારી, કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ - સબકૉમ્પેક્ટ SUV પંચ

ટાટા મોટર્સે (Tata Motors) TATA Punch માઇક્રો SUVને લોન્ચ કરી છે. ગ્રાહકો આ સબ કૉમ્પેક્ટ (Subcompact) SUVની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ટાટા મોટર્સે ટાટા પંચને 5.49 રૂપિયાની શરૂઆતની કિંમત પર લોંન્ચ કરી છે.

ટાટા મોટર્સે સબકૉમ્પેક્ટ SUV બજારમાં ઉતારી

author img

By

Published : Oct 18, 2021, 3:55 PM IST

  • ટાટાએ ભારતીય બજારમાં ઉતારી SUV પંચ
  • ભારત, બ્રિટન અને ઇટાલીના સ્ટુડિયોમાં પંચની ડિઝાઇન
  • ટાટાના મતે આ એક સંપૂર્ણ રીતે નવી શ્રેણીની સબ-કૉમ્પેક્ટ SUV

નવી દિલ્હી: ટાટા મોટર્સે (Tata Motors) ભારતીય બજારમાં સબ કૉમ્પેક્ટ (Subcompact) SUV પંચને ઉતારી દીધી છે. આની શોરૂમ કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ કહ્યું છે કે, આ મૉડલને ટાટા મોટર્સના ભારત, બ્રિટન અને ઇટાલીના સ્ટુડિયોમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણ રીતે નવી શ્રેણી સબ-કૉમ્પેક્ટ SUV છે.

18.82 કિલોમીટર પ્રતિ લીટરની AMT ઈંધણ ક્ષમતા

કંપનીના ઉત્પાદનોમાં આ મોડલ નેક્સન કેટેગરીથી નીચેની શ્રેણીનું છે. આમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન છે. આ મોડલ મેન્યુઅલ અને ઓટોમેટિક બંનેમાં ઉપલબ્ધ હશે. ટાટા મોટર્સે દાવો કર્યો છે કે આ મોડલનું મેન્યુઅલ ટ્રિમ 18.97 કિલોમીટર પ્રતિ લીટર ARI પ્રમાણિત ઈંધણ કાર્યક્ષમતા આપશે. તો AMT (Automated Manual Transmission)ની ઈંધણ ક્ષમતા 18.82 કિલોમીટર પ્રતિ લીટર હશે.

સલામતીની દ્રષ્ટિથી 5-સ્ટાર રેટિંગ

કંપનીએ કહ્યું છે કે, ગ્લોબલ NCAPના અકસ્માત ટેસ્ટમાં આને પુખ્ત મુસાફરની સલામતીની દ્રષ્ટિથી 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ યુનિટના પ્રમુખ શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “પંચ સાથે અમે સંપૂર્ણપણે નવી કેટેગરી બનાવી છે. તે SUV જેવા નાના આકારની કાર છે."

આ પણ વાંચો: SUV PUNCH launch : 5.49 લાખથી શરૂ થતી કારના જાણો ફિચર્સ

આ પણ વાંચો: આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસીઓ સાથે ઉડાન ભરી શકશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.