- જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો GDPમાં 7 ટકા ફાળો
- જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી દ્વારા 46.4 લાખ લોકોને રોજગાર
- વિશ્વના 95 ટકા હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છેસુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને કેન્દ્રીય બજેટથી ઘણી આશા
સુરત: શહેર ડાયમંડ તેમજ ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર છે અને ભારતના ઔદ્યોગિક વિકાસનો એક મહત્વનો ભાગ છે. ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં ટેક્નોલૉજી અને મશીનરી એક મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ MSME એકમો આ મોંઘી મશીનરી ખરીદવા અથવા ટેક્નોલૉજીમાં થતા બદલાવને અનુરૂપ અપગ્રેડેશન કરવા સક્ષમ હોતા નથી. જેથી હાલમાં આવનારા કેન્દ્રીય બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ઘણી આશા છે.
સમગ્ર વિશ્વ સુરતના મૅન્યુફેક્ચરિંગ વ્યવસાયની નોંધ લઇ રહ્યું છે
જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી ભારતના GDPમાં 7 ટકાનો ફાળો આપે છે. આ ઉપરાંત સમગ્ર દેશના અંદાજે 46.4 લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે. જેથી આ ઉદ્યોગ માટે આ સ્કીમનું હોવું આવશ્યક બની રહે છે. વિશ્વના લગભગ 95 ટકા હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે. આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, લેબ ગ્રોન ડાયમંડના મૅન્યુફેક્ચરિંગનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે. એટલુ જ નહીં, સુરતમાં વિકાસ પામી રહેલા ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના મૅન્યુફેક્ચરિંગના વ્યવસાયની સંપૂર્ણ વિશ્વ નોંધ લઈ રહ્યું છે, ત્યારે સુરત ડાયમંડની સાથે સાથે જ્વેલરી મૅન્યુફેક્ચરિંગનું પણ હબ બનવાની ક્ષમતા ધરાવે છે.
- કટ અને પોલિશ્ડ હીરા પર મૂળભૂત કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા.
- કટ અને પોલિશ્ડ રંગીન રત્ન સ્ટોર્સ (કિંમતી અને સેમિપ્રિસિયસ સ્ટોન્સ) પર મૂળભૂત કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા.
- રફ રંગીન રત્ન (કિંમતી અને સેમિપ્રિસિયસ સ્ટોન્સ) પર 0.5 ટકાની મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી દૂર કરવી.
- કિંમતી ધાતુઓ (ગોલ્ડ / સિલ્વર / પ્લેટિનમ) પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો 12.5 ટકાથી 4 ટકા.
- સ્પેશિયલ નોટિફાઇડ ઝોનમાં વિદેશી માઇનિંગ કંપનીઓ દ્વારા રફ ડાયમંડના વેચાણને ત્યાં થઈ રહેલા વેચાણના 0.16 ટકાના દરે આવકવેરાની ચુકવણી સાથે મંજૂરી.
- ઈકોમર્સ સપ્લાય પર ફાઇનાન્સ એક્ટ 2020માં કલમ 165A દાખલ કરવાને પગલે 2 ટકાની ઇક્વેલાઈઝેશન લેવી (EL ), B2B વ્યવહારો પર લાગુ થશે કે નહીં ? કારણ કે, આવી સ્પષ્ટતાની ગેરહાજરીમાં વિદેશી સપ્લાયર્સ ઈ-હરાજી દ્વારા ભારતીય નિકાસકારોને મટિરિયલ એટલે કે રફ ડાયમંડ સપ્લાય કરતા નથી.
- રફ ક્યૂબિક ઝિર્કોનીયા પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડો કરી ઝીરો અને કટ અને પોલિશ્ડ ક્યૂબિક ઝિર્કોનીયા પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટીમાં 5 ટકાથી 15 ટકાનો વધારો.
- કટ અને પોલિશ્ડ સિન્થેટીક સ્ટોન્સ પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટીમાં 5 ટકાથી 15 ટકાનો વધારો.
- ફાઈન્ડિંગસ (HSN 7113 1960 અને 7113 1190) જે જ્વેલરીના ભાગો છે અને તેનો ઉપયોગ જ્વેલરીના એસેમ્બલજ તરીકે થાય છે. જેને કિંમતી ધાતુ પર લાગુ મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી જેટલી ચુકવણી પર આયાતની મંજૂરી.
- ઇમિટેશન જ્વેલરી (HSN 7117) પર ન્યૂનતમ આયાત કિંમત નક્કી કરવી અને અનુકરણ જ્વેલરી પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી વધારીને 30 ટકા કરવી.