અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ક્રેશ થયું છે. અત્યારે બપોરે 2.15 વાગ્યે બોમ્બે સ્ટોક માર્કેટનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Market) 1,922.87 પોઈન્ટ (3.38 ટકા) તૂટીને 57,044.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 526.25 પોઈન્ટ (2.99 ટકા) 17,090.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે.
આ પણ વાંચો- Instant loan tips : ઝડપી લોન લઇ લેતાં પહેલાં આટલું વિચારી લો
સ્ટોક માર્કેટ તૂટવાનું કારણ
ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) 17 જાન્યુઆરીથી સતત ઘટી રહ્યું છે. સેન્સેક્સમાં અત્યાર સુધી 3,300 અને નિફ્ટીમાં 1,100 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. આના કારણે રોકાણકારોને 17.54 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ ટેક્નોલોજી સ્ટોક્સમાં મોટી વેચવાલી જોવા મળી છે. તો અમેરિકામાં ટેકનોલોજી સ્ટોકમાં ભારે વેચવાલી ફરી વળી છે. તેના કારણે ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો થયો છે. આ ઉપરાંત હવે આગામી સમયમાં કોર્પોરેટ સેક્ટરને ડિમાન્ડની ચિંતા (Demand concerns in the corporate sector) વધી રહી છે. તો સમગ્ર વિશ્વમાં કોરોના અને ઓમિક્રોનના હાહાકાર (Corona Omicron Cases in World) વચ્ચે માર્કેટ પર હજી વિપરીત અસર પડે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો- Health Insurance at an Early Age: નાની વયે આરોગ્ય વીમો ખરીદવો કેમ ફાયદાકારક હોય છે, જાણો
સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ
અત્યાર સુધી સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, બજાજ ફાઈનાન્સ 6.44 ટકા તૂટીને 6,899 રૂપિયાની કિંમતે જોવા મળી રહ્યો છે. જ્યારે જેએસડબ્લ્યૂ સ્ટીલ 6.24 ટકાના ઘટાડા સાથે 624.70ની કિંમત પર, ટાટા સ્ટિલ 5.31 ટકા તૂટીને 1,107.55ની કિંમતે જોવા મળી રહ્યો છે. તો હિન્દલ્કો 5.20 ટકા તૂટીને 480.35 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. સાથે જ વિપ્રો 5.20 ટકાના ઘટાડા સાથે 573.60 રૂપિયાની સપાટીએ વેપાર કરી રહ્યો છે.