અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેમ છતાં આજે (શુક્રવારે) સપ્તાહ અને વર્ષ 2021ના છેલ્લા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) મજબૂતી સાથે શરૂ થયું છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 259.83 પોઈન્ટ (0.45 ટકા)ના વધારા સાથે 58,054.15ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 77.50 પોઈન્ટ (0.45 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,281.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- GST Annual Filing: સરકારે GST રિટર્ન ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી
આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર બાયોકોન (Biocon), પાવરગ્રિડ (Powergrid), આરબીએલ બેન્ક (RBL Bank), અદાણી એન્ટ (Adanit Ent), ડીબી રિયલ્ટી (DB Realty), પીબી ફિનટેક (PB Fintech), ઈન્ડિગો (Indigo) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- Important Health Policies: ટોપ અપ આરોગ્ય વીમા યોજનાઓ અંગે જાણો, તમને કઈ રીતે થશે ઉપયોગી
વૈશ્વિક બજાર પર નજર
વર્ષના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 18 પોઈન્ટ નબળો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.37 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હેંગસેંગ 1.70 ટકાના વધારા સાથે 23,505.86ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.46 ટકાના વધારા સાથે 3,635.78ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ એશિયન સ્ટોક માર્કેટ ન્યૂ યરની રજાના મૂડમાં છે. તો આજે જાપાન, કોરિયા અને તાઈવાનનું માર્કેટ બંધ રહેશે.