ETV Bharat / business

Stock Market India: આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 477 અને નિફ્ટી 147 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Dec 28, 2021, 4:04 PM IST

સપ્તાહનો બીજો દિવસ અને વર્ષ 2021ના છેલ્લા મંગળવાર ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) માટે ઉછાળા સાથે બંધ થતા આજનો દિવસ મંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 477.24 પોઈન્ટ (0.83 ટકા)ની મજબૂતી સાથે 57,897.48ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 147 પોઈન્ટ (0.86 ટકા)ના વધારા સાથે 17,233.25ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 477 અને નિફ્ટી 147 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 477 અને નિફ્ટી 147 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ સપ્તાહનો બીજો દિવસ આજે (મંગળવાર) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) માટે મંગળ સાબિત થયો છે. કારણ કે, આજે વર્ષ 2021ના છેલ્લા મંગળવારે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 477.24 પોઈન્ટ (0.83 ટકા)ની મજબૂતી સાથે 57,897.48ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 58,000ની નજીક પહોંચવામાં સફળ રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી (Nifty of National Stock Market) 147 પોઈન્ટ (0.86 ટકા)ના વધારા સાથે 17,233.25ના સ્તર પર બંધ થયો છે. તો નિફ્ટી 17,000ને પાર યથાવત્ રહ્યો છે.

આ પણ વાંચો- New CEO of Godfrey Philips India: શરદ અગ્રવાલની CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 2.93 ટકા, સન ફાર્મા (Sun Pharma) 2.64 ટકા, એમ એન્ડ એમ (M&M) 2.46 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 2.22 ટકા, ટાઈટન કંપની (Titan Company) 2.08 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -0.30 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -0.24 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -0.03 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Tata Group: ટાટાની ભાવિ રણનીતિમાં ચાર યોજના પર કામ, કોરોના અનુસાર તૈયારી: ચેરમેન ચંદ્રશેખરન

વર્ષ 2022માં IPOનો થશે વરસાદ

પ્રાઈમરી માર્કેટ કે IPO માટે વર્ષ 2021 ખૂબ જ શાનદાર (India's IPO market) રહ્યું છે. વિવિધ કંપનીઓએ આ વર્ષે IPOના માધ્યમથી રેકોર્ડ 1.18 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. ત્યારે હવે નિષ્ણાતોના મતે, IPO માર્કેટમાં આવેલી તેજી આવતા વર્ષે એટલે કે વર્ષ 2022માં પણ યથાવત્ (New IPO for the year 2022 ) રહી શકે છે અને તે દરમિયાન સૌની નજર LICના IPO પર રહેશે. વર્ષ 2022માં પણ IPO માટે એક લાંબી લાઈન લાગી છે. છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 15 કંપનીઓએ IPO લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા છે. આ તમામ કંપનીઓ વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં પોતાનો IPO લાવવાની યોજના બનાવી રહી છે.

સેન્સેક્સઃ +477.24

ખૂલ્યોઃ 57,751.21

બંધઃ 57,897.48

હાઈઃ 57,952.48

લોઃ 57,650.29

NSE નિફ્ટીઃ +147.00

ખૂલ્યોઃ 17,177.60

બંધઃ 17,233.25

હાઈઃ 17,250.25

લોઃ 17,161.15

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.