અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) દિવસભર સારી રિકવરી જોવા મળી હતી. ત્યારે આજે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 221.16 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 60,616.89ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 52.45 પોઈન્ટ (0.29 ટકા)ની મજબૂતી સાથે 18,055.75ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે સ્ટોક માર્કેટની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ હતી.
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, એચસીએલ ટેક (HCL Tech) 4.31 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.55 ટકા, એચડીએફસી (HDFC) 1.93 ટકા, ઓએનજીસી (ONGC) 1.64 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.23 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -3.93 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -3.32 ટકા, બીપીસીએલ (BPCL) -1.61 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.34 ટકા, હિન્દલ્કો (Hindalco) -1.33 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી
બજેટમાં સ્ટાર્ટઅપ્સને મળી શકે છે કંઈક વિશેષ
બજેટમાં સરકાર રિટેલ સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને રાહત આપી (Special arrangements for startups) શકે છે. ભારત કંપનીઓના એકીકરણ દરમિયાન નુકસાન અને ડેપ્રિસિએશનને કેરી ફોરવર્ડ કરવાની મંજૂરી આપવા અંગે વિચાર કરી રહ્યું છે. આથી સર્વિસ અને રિટેલ સેક્ટરમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને કન્સોલિડેટ કરવામાં મદદ મળી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આ અંગે વિચાર કીર રહી છે. નાણા મંત્રાલય દ્વારા નવી જોગવાઈ પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્રિય બજેટ 2022-23ની જોગવાઈના ભાગરીપે રજૂ કરવામાં આવી શકે છે. અત્યારે ઈન્ડસ્ટ્રિઅલ યુનિટ અને બેન્કિંગને એકીકરણમાં આ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.
સેન્સેક્સઃ +221.16
ખૂલ્યોઃ 60,342.70
બંધઃ 60,616.89
હાઈઃ 60,689.25
લોઃ 60,281.52
NSE નિફ્ટીઃ +52.45
ખૂલ્યોઃ 17,997.75
બંધઃ 18,055.75
હાઈઃ 18,081.25
લોઃ 17,964.40