અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 425.25 પોઈન્ટ (0.72 ટકા)ના ઘટાડા સાથે 58,943.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 185.20 પોઈન્ટ (1.04 ટકા) તૂટીને 17,571.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર એચયુએલ (HUL), હાવેલ્સ (Havells), પેરસિસ્ટન્ટ સિસ્ટમ્સ (Persistent Systems), સૂર્યા રોશની (Surya Roshni), ડો. લાલપથ (Dr. Lalpath), ફોર્ટિસ (Fortis), સાયન્ટ (Cyient), મેક્સ હેલ્થ (Max Health) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચોઃ Invest in Silver ETFs: સોના પછી હવે તમે સિલ્વર ETFમાં પણ કરી શકો છો રોકાણ
વૈશ્વિક બજારની સ્થિતિ
એશિયન સ્ટોક માર્કેટમાં (Asian Stock Market) નબળાઈ સાથે વેપાર ચાલી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.42 ટકાના ઘટાડા સાથે 27,377.44ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.08 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.28 ટકાના ઘટાડા સાથે 17,984.19ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.12 ટકાના ઘટાડા સાથે 24,922.56ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પી 1.18 ટકા તૂટીને 2,828.95ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.62 ટકાના ઘટાડા સાથે 3,533.04ના સ્તર પર જોવા મળી રહ્યું છે.