અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,545.67 પોઈન્ટ (2.62 ટકા) તૂટીને 57,491.51ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 468.05 પોઈન્ટ (2.66 ટકા)ના ઘટાડા સાથે 17,149.10ના સ્તર પર બંધ થયો છે. તો આજના વેપારમાં BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં વેચવાલી જોવા મળી છે. તો ઈન્ટ્રા-ડેમાં નિફ્ટી 17,000ની નીચે ગગડી ગયો છે, પરંતુ ત્યારબાદ આમાં સામાન્ય રિકવરી આવી અને અંતે 17,100ની ઉપર બંધ થવામાં (Indian Stock Market Live) સફળ રહ્યો હતો.
આ પણ વાંચો- Instant loan tips : ઝડપી લોન લઇ લેતાં પહેલાં આટલું વિચારી લો
સ્ટોક માર્કેટ તૂટવાનું કારણ
ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) 17 જાન્યુઆરીથી સતત ઘટી રહ્યું છે. સેન્સેક્સમાં અત્યાર સુધી 3,300 અને નિફ્ટીમાં 1,100 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. આના કારણે રોકાણકારોને 17.54 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ ટેક્નોલોજી સ્ટોક્સમાં મોટી વેચવાલી જોવા મળી છે. તો અમેરિકામાં ટેકનોલોજી સ્ટોકમાં ભારે વેચવાલી ફરી વળી છે. તેના કારણે ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો થયો છે. આ ઉપરાંત હવે આગામી સમયમાં કોર્પોરેટ સેક્ટરને ડિમાન્ડની ચિંતા (Demand concerns in the corporate sector) વધી રહી છે. તો સમગ્ર વિશ્વમાં કોરોના અને ઓમિક્રોનના હાહાકાર (Corona Omicron Cases in World) વચ્ચે માર્કેટ પર હજી વિપરીત અસર પડે તેવું લાગી રહ્યું છે.
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, કિપ્લા (Cipla) 2.84 ટકા અને ઓએનજીસી (ONGC) 1.25 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -6.67 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -6.03 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -5.99 ટકા, ગ્રેસિમ (Grasim) -5.66 ટકા, હિન્દલ્કો (Hindalco) -5.59 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે
બજેટમાં કોલ ગેસિફિકેશન માટે થઈ શકે છે જાહેરાત
આ વર્ષના બજેટમાં કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટમાં રોકાણ (Coal gasification project in budget) કરનારી ખાનગી કંપનીઓ માટે ઈન્સેન્ટિવની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના મતે, સરકાર નેશનલ કોલ ગેસિફિકેશન મિશન અંતર્ગત ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ટેક્સ સહિત અન્ય છૂટછાટો આપવા પર વિચાર કરી રહી છે. જમીનમાં દબાયેલા કોયલાથી ગેસિફિકેશનના માધ્યમથી મિથેનોલ બનાવવામાં આવે છે, જેથી પેટ્રોલની સાથે તેની બ્લેડિંગ થઈ શકે.
ગ્રાફિક્સઃ
સેન્સેક્સઃ -1,545.67
ખૂલ્યોઃ 59,023.97
બંધઃ 57,491.51
હાઈઃ 59,023.97
લોઃ 56,984.01
NSE નિફ્ટીઃ -468.05
ખૂલ્યોઃ 17,575.15
બંધઃ 17,149.10
હાઈઃ 17,599.40
લોઃ 16,997.85