ETV Bharat / business

Stock Market India: આર્થિક સર્વે પ્રોત્સાહક આવતાં જોરદાર લેવાલીથી સેન્સેક્સમાં 814 પોઈન્ટનો ઉછાળો - જીડીપી ગ્રોથ રેટ

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 813.94 પોઈન્ટ (1.42 ટકા)ના ઉછાળા સાથે 58,014.17ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 237.90 પોઈન્ટ (1.39 ટકા)ના વધારા સાથે 17,339.85ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: કેન્દ્રિય બજેટ પહેલા સ્ટોક માર્કેટમાં આવી તેજી, સેન્સેક્સ 58,000ને પાર

author img

By

Published : Jan 31, 2022, 5:01 PM IST

અમદાવાદઃ બજેટ પહેલા આજે (સોમવારે) સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) ભારે તેજી જોવા મળી હતી. આજે સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 813.94 પોઈન્ટ (1.42 ટકા)ના ઉછાળા સાથે 58,014.17ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 237.90 પોઈન્ટ (1.39 ટકા)ના વધારા સાથે 17,339.85ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 4.85 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 4.11 ટકા, બીપીસીએલ (BPCL) 3.80 ટકા, વિપ્રો (Wipro) 3.70 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 3.23 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -3.48 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -2.16 ટકા, યુપીએલ (UPL) -1.74 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.14 ટકા, એચયુએલ (HUL) -0.43 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- RULES CHANGE FROM 1 FEBRUARY 2022: 1 ફેબ્રુઆરીથી આ નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર, જાણો

સંસદના બજેટ સત્રમાં રજૂ થયો આર્થિક સરવે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદના બજેટ સત્રના (Finance Minister Nirmala Sitharaman Budget Session 2022) પ્રથમ દિવસે આર્થિક સરવે રજૂ કર્યો છે, જે આર્થિક સરવે મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 9 ટકા રહેવાની ધારણા રજૂ કરી છે. તેમ જ આગામી વર્ષે કોરોનાની સ્થિતિને જોતા જીડીપી ગ્રોથ રેટ (GDP growth rate) 8થી 8.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે, જે સરવે આવ્યા પછી શેર બજારે તેને વધાવી લીધો હતો. કોરોના કાળ હોવા છતાં પણ ભારતનો જીડીપી ગ્રોથ (GDP growth rate) પોઝિટિવ રહ્યો છે અને ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે. આથી તેજીવાળા ઓપરેટર્સે બ્યૂચીપ શેરોમાં નવી લેવાલી કાઢી હતી અને બૂલ ઓપરેટર્સના મતે, આવતીકાલનું બજેટ પણ પ્રોત્સાહક આવશે, છૂટછાટવાળું આવશે, મૂડીબજારલક્ષી આવશે. તેમ જ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર કોઈ પણ પ્રકારનો નવો બોજો લાદશે નહીં. આ સમાચાર પાછળ શેર બજાર બુલિશ થયું હતું.

અદાણી વિલ્મર IPO 2 દિવસમાં જ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થયો

એડિબલ ઓઈલ અને બીજી ફૂડ પ્રોડક્ટ બનાવતી અદાણી ગૃપની કંપની અદાણી વિલ્મરના IPO બિડિંગના 2 દિવસમાં સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો છે. શુક્રવારે બીજા દિવસે જ આ IPO 1.13 ગણો સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. આનાથી શેર્સની કિંમત 218-230 રૂપિયા પ્રતિ શેર છે. અદાણી વિલ્મરે પોતાના IPOથી પહેલા એન્કર રોકાણકારોથી 940 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. અદાણી વિલ્મર IPO 3,600 કરોડ રૂપિયાના ઈક્વિટી શેર્સનો એક ફ્રેશ ઈશ્યુ છે અને કોઈ પણ વર્તમાન પ્રમોટર કે શેર હોલ્ડર કોઈ શેર્સ નહીં વેંચે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.