અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત તેજી સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 383.91 પોઈન્ટ (0.68 ટકા)ના ઉછાળા સાથે 56,702.92ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 118.95 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 16,889.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Illness to wellness: સ્વાસ્થ્ય વીમો લેતી વખતે આ બાબતોનું રાખશો ધ્યાન તો થશે ફાયદો...
આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર એચસીએલ ટેક (HCL Tech), ઈન્ડિયા માર્ટ (IndiaMart), ઈન્ડિયા સિમેન્ટ (India Cement), યસ બેન્ક (Yes Bank), ક્રેડિટ એક્સેસ (Credit Access), વેસકોન એન્જ (Vascon Engg), સતિન ક્રેડિટકેર (Satin Creditcare), મેટ્રો બ્રાન્ડ્સ (Metro Brands), યુનિયન બેન્ક (Union Bank) અને મેપમી ઈન્ડિયા (Mapmy India) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- Advice for Market Investment: વ્યક્તિગત રોકાણ વ્યૂહરચના નક્કી કરવાના મંત્ર જાણો
વૈશ્વિક બજારની સ્થિતિ પર નજર
આજે એશિયન માર્કેટમાં ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 42 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.10 ટકાના વધારા સાથે 28,547.07ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.14 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.27 ટકા ઉછળીને 17,837.30ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.77 ટકાના વધારા સાથે 23,147.48ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.20 ટકા પર વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.11 ટકાના વધારા સાથે 3,629.20ના સ્તર પર જોવા મળી રહ્યું છે.