અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 648.29 પોઈન્ટ (1.10 ટકા)ના ઘટાડા સાથે 58,277.74ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 205.55 પોઈન્ટ તૂટીને 17,400ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્
આજે આ શેર ચર્ચામાં રહેશે
આજે દિવસભર ઓએનજીસી (ONGC), ડિવાઈસ લેબ્સ (Divis Labs), મધરસન સુમી સિસ્ટમ્સ (Motherson Sumi Systems), ઓઈલ ઈન્ડિયા (Oil India), ઈન્ડિયા સિમેન્ટ્સ (India Cements), અનુપમ રસાયણ (Anupam Rasayan), એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈઝ (Apollo Hospitals Enterprise), અરવિંદ ફેશન્સ (Arvind Fashions), બજાજ હિન્દુસ્તાન સુગર (Bajaj Hindustan Sugar), બાલાજી ટેલિફિલ્મ્સ (Balaji Telefilms), હીરો મોટોકોર્પ (Hero Motocorp), ટોરેન્ટ પાવર (Torrent Power) જેવી કંપનીના શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- Improve Credit Score: જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો છે?, તો આટલું કરો...
વૈશ્વિક બજાર પર નજર
આજે એશિયન બજારમાં (Asian Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 176 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.42 ટકાના વધારા સાથે 27,696.09ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.23 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.39 ટકાના ઘટાડા સાથે 18,265.92ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.26 ટકાના ઘટાડા સાથે 24,859.42ના સ્તર પર જોવા મળ્યું છે. સાથે જ કોસ્પીમાં 0.28 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ ફ્લેટ વેપાર કરી રહ્યો છે.